તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા તાલુકાના વરતોલમાંથી 1 વર્ષ અગાઉ ખેતરમાંથી અજાણ્યા શખ્સની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકાના વરતોલમાંથી 1 વર્ષ અગાઉ ખેતરમાંથી અજાણ્યા શખ્સની મળી અાવવાના પ્રકરણમાં પી.અેમ.રિપોર્ટ અને અેફઅેસઅેલ રિપોર્ટને અાધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે મૃતકની અોળખ થઇ નથી.

ગત તા.30-08-18 ના રોજ વરતોલ ગામના હર્ષદભાઇ નારાયણભાઇ પટેલના ખેતરમાંથી 20 થી 30 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી.સ્થળ તપાસ દરમિયાન લાશની નજીકમાંથી અેક લોહીવાળો પથ્થર અને કપડા ઉપર પણ લોહીના ડાઘ હોવા સહિત પ્રાથમિક રીપોર્ટમાં માથામાં ઇજા થયાથી મોત નીપજ્યાનો રીપોર્ટ અાવ્યા બાદ પોલીસે અેફઅેસઅેલ ને પરીક્ષણ અર્થે મોકલી અાપવામાં અાવ્યા બાદ માથાના ભાગે બોથડ પદાર્થથી માથાના ભાગે ગંભીર ઇજાઅો થતા મોત નીપજ્યાનો રીપોર્ટ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...