તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા રેવાસની હાઇસ્કૂલમાં ઘૂસી બે યુવકોએ છાત્રાઓની છેડતી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર તાલુકાના નવા રેવાસ ગામની હાઇસ્કૂલમાં ઘૂસી અાવેલ બે યુવકોએ ક્લાસરૂમમાં ઘૂસી છોકરીઅોની છેડતીનો પ્રયાસ કરી અન્ય છોકરાને માર મારતા બંતે યુવકો સામે સ્કૂલના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નવારેવાસ ગામની એચ.એમ પટેલ હાઈસ્કૂલમાં સવારે દસ વાગ્યે મુડેટી પાટિયાના રવી વણઝારા અને રાજુ ઓડ નામના બે યુવકો ઘૂસી અાવ્યા હતા અને સ્કૂલની લોબીમાં થઇ છોકરીઓના ક્લાસરૂમમાં ગયા હતા છોકરીઓ ડરી ગઈ હતી. સ્કૂલમાં સેવક તરીકે ફરજ બજાવતા રમણભાઇને બંને યુવકો હેરાન કરતા હોવાનું છોકરીઅોઅે જણાવતા રમણભાઈએ રવિ અને રાજુને સ્કુલમાંથી બહાર જતા રહેવા કહેતા બંને એ રમણભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને સ્કૂલમાં અન્ય છોકરા ચૌહાણ દેવેનસિંહ જનકસિંહ અને તીર્થ ગીરીશ ભાઈ ચૌધરીને માર મારી અને લાતો મારીને પાડી દીધો હતો અને મોઢાના ભાગેથી લોહી પણ નીકળ્યુ હતુઇ ત્યારબાદ બંને બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ અા બંને જણા પોતાની બાઇક અને લાકડીઅો લઇ શાળાની બહાર ઉભા રહ્યા હતા. શાળાના અાચાર્ય નરેશભાઇ સુથારે બંનેને સમજાવવાનો પ્રયાસ કરતા ધમકી અાપેલ કે તમારા જેવા ઘણા જોઇ લીધા અને થાય તે કરી લેજો અમે અાવી પ્રવૃતિ દરરોજ કરવાના જેથી નરેશભાઇઅે પોલીસને ફરિયાદ કરતા પોલીસે બંનેની ગણતરીના કલાકમાં અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...