તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદના દેવીયામાં ખેતરમાં ભેલાણ મામલે બે જૂથો વચ્ચે ધિંગાણું, પાંચ વ્યક્તિ ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ તાલુકાના દેવીયા ગામમાં ખેતરમાં ભેલાણ કરવાની બાબતે બુધવારે સાંજે ધીંગાણુ સર્જાતા 5 જણાને ઇજાઅો થઇ હતી અને તલોદ પોલીસ સ્ટેશનમાં કુલ 11 જણા વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઇ હતી.

બુધવારના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે તલોદ તાલુકાના દેવીયા ગામમાં દેવાભાઇ ભરવાડ ઘેર હતા. ત્યારે કાળાભાઇ નારણભાઇ ભરવાડ, નારણભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ અને બીજલભાઇ કાળાભાઇ ભરવાડ તેમના ઘેર અાવ્યા હતા અને પટેલના ખેતરમાં ભેલાણ કરવા બાબતે અપશબ્દો બોલતા બોલવાની ના પાડતા કાળાભાઇ ભરવાડે કપાળમાં ધારીયુ મારી દીધુ હતુ અને નારણભાઇ તથા બીજલભાઇઅે લાકડીઅો મારી હતી. જેથી પિતાને બચાવવા વચ્ચે પડેલ ચકાભાઇને રાણાભાઇ કાળાભાઇ ભરવાડે અને પરબતભાઇ કરશનભાઇ ભરવાડે લાકડીઅો મારી હતી તથા બધીબેન કરશનભાઇ ભરવાડે ગડદાપાટુનો માર માર્યો હતો.

અા ફરિયાદની વિરુદ્ધમાં રાજીબેન કાળાભાઇ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે દેવાભાઇ અઠાભાઇ ભરવાડ, ચકાભાઇ દેવાભાઇ ભરવાડ, પોપટભાઇ દેવાભાઇ ભરવાડ, સોનીબેન ચકાભાઇ ભરવાડ તથા જશીબેન પોપટભાઇ ભરવાડ લાકડીઅો લઇ રાજીબેનના ઘેર અાવ્યા હતા અને પટેલના ખેતરમાં ભેલાણ કરવા બાબતે અપશબ્દો બોલી દેવાભાઇ, ચકાભાઇ અને પોપટભાઇઅે લાકડીઅો મારી હતી અને સોનીબેન તથા જશીબેને ગડદાપાટુનો માર માર્યો હતો. તલોદ પોલીસે તમામ 11 જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઇજાગ્રસ્તો
1. દેવાભાઇ અઠાભાઇ ભરવાડ, 2. ચકાભાઇ દેવાભાઇ ભરવાડ,3. પોપટભાઇ દેવાભાઇ ભરવાડ, 4. સોનીબેન ચકાભાઇ ભરવાડ 5. જશીબેન પોપટભાઇ ભરવાડ.

અન્ય સમાચારો પણ છે...