વિજયનગર પોસ્ટ ઓફિસના ચાર પૈકી બે કોમ્પ્યુટર એક વર્ષથી બંધ

DivyaBhaskar News Network

Jan 11, 2019, 04:32 AM IST
Vijaynagar News - two of the four computers of vijayanagar post office have been closed for one year 043159
વિજયનગર પોસ્ટ ઓફિસના ચાર પૈકી બે કોમ્પ્યુટર છેલ્લા એક વર્ષથી બંધ હોવા અંગે વિજયનગરના પોસ્ટ માસ્ટર દ્વારા હેડ પોસ્ટ માસ્ટરને જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા સરકારી નોકરી માટે ચલણ ભરવા, રજીસ્ટર એડી કરવા આવતા ઉમેદવારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

વિજયનગરના રોહિત પ્રજાપતિ, વાંકડા ગામના શૈલેષભાઇ મોડિયા અને સૌરભભાઈ જોશીએ જણાવ્યું કે ચલણ ભરવા માટે ત્રણ દિવસથી વિજયનગર પોસ્ટ ઓફિસમાં ધક્કા ખાઈએ છીએ જેમાં બે દિવસ હડતાળ હતી અને ગુરૂવારે આવ્યા ત્યાં હાજર અધિકારીએ ચાર કોમ્પ્યુટર પૈકી ના બે કોમ્પ્યુટર ગત એક વર્ષ થી બંધ હોવાનું જણાવી ચલણ નહીં ભરી શકવાનું કારણ દર્શાવતા અમારી હાલત કફોડી બની છે. જેમાં આજે ચલણ ભરવાનો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી નોકરી માટે આવેદન નહીં કરી શકીએ. પોસ્ટઓફિસના કાર્યકારી પોસ્ટ માસ્ટર પુનાજી મનજી કટારા અને ક્લાર્ક નેલસનભાઇ અસારીનો સંપર્ક સાધતા જણાવ્યુ કે બંધ કોમ્પ્યુટર બાબતે અવારનવાર રજૂઅાત કરવા છતા કાર્યવાહી થઇ નથી. અાનાથી વિરુદ્ધ પોસ્ટઓફિસના બંધ કોમ્પ્યુટર અંગે જિલ્લા ડિવિજન કચેરીના હેમન્તભાઈએ જણાવ્યું હતું અને કોમ્પ્યુટર બંધ હોવા અંગે કોઈ જ જાણ કરવામાં આવી નથી.

X
Vijaynagar News - two of the four computers of vijayanagar post office have been closed for one year 043159
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી