ટીંટોઈની પરીણિતાને દહેજ મામલે ત્રાસ આપી તગેડી મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની પરણિતાને પતિ સહિત સાસરિયાંઓએ શારીરિક - માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પરણિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં પરણેલ જાગૃતિબેન સુભાષભાઈ ઓડ સાથે આશરે એકાદ વર્ષ પહેલાં તેમના પતિ સુભાષભાઈ નારણભાઈ ઓડ નાની નાની બાબતોમાં જાગૃતિબેન ઉપર વહેમ રાખી મારઝૂડ કરતાં હતા. જેમાં જાગૃતિબેનના સસરા નારણભાઈ દલાજી ઓડ, સાસુ સવિતાબેન , તેમના પતિના ભાઈ જેકીભાઈ તમામ જાગૃતિબેનના પતિનુ ઉપરાણું લઈને શારીરિક - માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં પરણિતાએ પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ ગાંભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...