તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંભોઈમાં ત્રણ દુકાનોના તાળાં તૂટ્યા, 95 હજારની મત્તા ચોરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના ગાંભોઇમાં ગુરુ-શુક્રવારની રાત્રિ દરમિયાન તસ્કરો બેફામ બન્યા હોય તેમ ત્રણ દુકાનોના તાળા તુટ્યા હતા અને અંદાજે રૂ 95 હજારની મતાની ચોરી થયાનું જાણવા મળી રહ્યું છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર ગુરુ શુક્રવારની રાત્રિ દરમિયાન પ્રદીપભાઈ જયસ્વાલ (રહે. ધારાપુર તા.ઇડર)ની ગાંભોઈ સ્થિત દુકાનના તાળા તોડી મોટર બાંધવાનો આશરે 100 કિલો જેટલો તાંબાનો વાયર કી.રૂ. 60,000 નો ચોરી કરીને લઈ ગયા હતા.

તેમની આજુબાજુમાં આવેલ જગદીશભાઈની દુકાનમાંથી રૂ.20 હજારની મતાની અને અન્ય એક દુકાનમાંથી રૂ.15 હજારની મતાની ચોરી થઈ હતી. જગદીશભાઈ પરમાર ની દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા પોલીસે બે ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...