તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલુ વર્ષે હિંમતનગરમાં 3 નવા ઓવરબ્રિજ બનશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર નગરપાલિકાની શુક્રવારે યોજાયેલ બજેટ સામાન્ય સભામાં રૂ. 16 કરોડની પુરાંતવાળુ રૂ.107 કરોડનુ બજેટ રજૂ થયુ હતુ. પાલિકા શાસક પક્ષ દ્વારા રજૂ કરાયેલ બજેટમાં ચાલુ વર્ષે શહેરીજનોને 3 નવા અોવર ફ્લાય, નવીન પાલિકા સંકુલ, રેન બસેરા, કેનાલ ફ્રન્ટ, સિટી બ્યુટીફીકેશન, નવા રોડ રસ્તા, દરેક ઘરમાં પૂરતા ફોર્સથી પાણી મળે તે માટે નવીન પાણીની ટાંકીઅો, સમ્પ વગેરે સહિત સુવિધાઅો ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂ.40 કરોડની જોગવાઇ કરાઇ છે.

ગુરૂવારે હિંમતનગર નગરપાલિકાના સભાખંડમાં સાંજે 4:00 કલાકે પાલિકા પ્રમુખ અનિરૂદ્ધભાઇ સોરઠીયાની અધ્યક્ષતામાં અને ચીફ અોફિસર અલ્પેશકુમાર પટેલ કારોબારી ચેરમેન વિમલભાઇ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં નાણાંકીય વર્ષ 2020-21 નું બજેટ રજૂ થયુ હતું. રૂ.16 કરોડની પુરાંત વાળા રૂ.107 કરોડના બજેટ વિશે માહીતી અાપતા પાલિકા પ્રમુખે જણાવ્યુ કે ચાલુ વર્ષમાં પાલિકાના નવા ભવનનુ કામ શરૂ કરી નવેક માસમાં પૂર્ણ કરી દેવાશે. સિટી બ્યુટીફીકેશન માટે રૂ.4 કરોડનો ખર્ચ કરાશે. રૂ.20 લાખના ખર્ચે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા બનાવવાનુ અાયોજન કર્યું છે. તદ્દપરાંત દરેક શહેરીજનને પૂરા ફોર્સથી પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તે માટે નવા સમ્પ, અોવરહેડ ટાંકીઅો, શક્તિશાળી મોટરો, નવીન પાઇપ લાઇન વગેરે માટે રૂ.5 કરોડની જોગવાઇ કરાઇ છે. ગોકુલનગર, દૂર્ગાબજાર અને ભોલેશ્વર ડીપ મળી કુલ ત્રણ અોવરબ્રિજ માટે પણ નાણાની જોગવાઇ કરાઇ છે. કેનાલ ફ્રન્ટ પ્રોજેક્ટ પણ પૂર્ણ કરી દેવાશે અને રૂ. 2 કરોડના ખર્ચે બનનાર રેન બસેરાનુ કામ પણ શરૂ કરાશે. ચીફ અોફિસર અલ્પેશકુમાર પટેલે જણાવ્યુ કે ચાલુ વર્ષે સ્વચ્છ પેય જલ માટે પાલિકા દ્વારા વધુ કામગીરી થનાર છે નલ સે જલ થીમ ઉપર અાયોજન કરાયુ છે. તમામ રોડ રસ્તાનુ નવીનીકરણ, મરામત વગેરેની જોગવાઇ કરાઇ છે અને નવા પાર્કીંગ વિચારાધીન છે. નોંધનીય છે કે પાલિકા દ્વારા રજૂ થયેલ ભારે ભરખમ 107 કરોડના બજેટમાં બાંધકામ વિભાગમાં સૌથી વધુ રૂ.60.28 કરોડ અને રૂ.6 કરોડ પાણી પૂરવઠા વિભાગ તથા રૂ.9.75 કરોડ પગાર ખર્ચ થનાર છે.

ચાલુ વર્ષે મળનાર મુખ્ય સુવિધાઅો


નળ સે જલ 5 કરોડ, પાલિકાનું નવું ભવન 5 કરોડ,કેનાલ લાઇનીંગ પેટે 7.4 કરોડ, રેન બસેરા 2 કરોડ , શહેરની અાગવી અોળખ માટે 4 કરોડ, અંડર બ્રિજ- અોવર બ્રિજ 10 કરોડ, નવા ડામર,કોંક્રીટ રોડ, મેટલ-લાદી રોડ 3 કરોડ ,શોપિંગ સેન્ટર - જનસેવા કેન્દ્રો સાથે (નિભાવ ખર્ચ સાથે ) 5 કરોડ, નવીન પાણીની ટાંકીઅો, અંડરગ્રાઉન્ડ સમ્પ, નવી મોટરો પાઇપ લાઇન 2.75 કરોડ

રૂપિયો અહીંથી અાવશે


1. પાલિકા કરવેરા 91,100,000.00

2.કરવેરા સિવાયની પાલિકાની મિલ્કતોથી અાવક 11,870,000.00, 3. ફી 6,175,000.00, 4. અન્ય અાવક 50,520,000.00, 5. દેવા વિભાગે અાવક 37,615,000.00, 6. અનુદાન (ગ્રાન્ટ) 536,035,000.00,7. તા. 01-04- ના રોજ ઉઘડતી સિલક 336,685,000.00, 8. કુલ રકમ 1,070,000,000.00

રૂપિયો અહીંયા ખર્ચાશે

1. કાયમી, હંગામી પગાર ખર્ચ સામાન્ય વહીવટી ખર્ચ 111,711,000.00

2. દિવાબત્તી વિભાગ 7,200,000.00

3. બગીચા વિસ્તાર 2,050,000.00

4. પાણી પુરવઠા વિભાગ 60,375,000.00

5. અારોગ્ય વિભાગ 22,505,000.00

6. લાયબ્રેરી અને શિક્ષણ 1,70,000.00

7. સીટી બસ વિભાગ 4,916,000.00

8. ફાયર બ્રિગેડ, અેમ્બ્યુલન્સ વિભાગ 2,750,000.00

9. ટાઉન હોલ વિભાગ 1,350,000.00

10. દેવા વિભાગ 54,720,000.00

11. અેનયુઅેલઅેમ યોજના 2,000,000.00

12. ગટર યોજના 32,850,000.00

13. ટાઉન પ્લાનીંગ વિભાગ 4,500,000.00

14. બાંધકામ વિભાગ 602,820,000.00

15. તા.31/03/20 ના રોજ બંધ સિલક 160,083,000.00

16. કુલ રકમ 1,070,000,000.00

અાગામી નાણાંકીય વર્ષમાં ત્રણ અોવરબ્રિજ, પાલિકાનું નવુ સંકુલ, કેનાલ ફ્રન્ટ, રેન બસેરા, નવા રોડ રસ્તા મળશે, પૂરા ફોર્સથી પર્યાપ્ત પાણી મળે તે માટે ~ 5 કરોડની જોગવાઇ

~16 કરોડની પુરાંતવાળુ હિંમતનગર પાલિકાનું ~107 કરોડનું બજેટ, ~ 20 લાખના ખર્ચે મહારાણા પ્રતાપની પ્રતિમા બનાવવાનું અાયોજન

_photocaption_હિંમતનગર નગરપાલિકાનું રૂ.107 કરોડનું બજેટ રજૂ કરાયું}અશોક રાવલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો