તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાં 19 કરોડના રસ્તાઓના કામો મંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાં ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકાનો સમાવેશ થાય છે. ભાજપ સંગઠનના પ્રમુખો સુરેશભાઈ પટેલ, ખેતભાઈ ગમાર, મયુરભાઈ શાહ દ્વારા પૂર્વધારા સભ્ય રમીલાબેન બારા અને સંસદ દીપસિંહ રાઠોડની આગેવાનીમાં સરકારમાં વિવિધ રસ્તાઓની રજૂઆત કરી હતી. જેને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પ્લાન અને નોન પ્લાન રસ્તાઓ મંજૂર કર્યા હતા. જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં 12 કરોડના 16 રસ્તાઓ, વિજયનગરમાં 4 કરોડના 6 રસ્તાઓ અને પોશીનામાં 2.83 કરોડના 5 રસ્તાઓ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...