તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદ ગામ પાસે આવેલ ખેતરોમાં પાલિકાના ગટરનું પાણી ફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદ ગામ પાસે આવેલ ખેતરોમાં પાલિકાના ગટરનું પાણી ફરી વળતા ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયો હતો. તો ખેડૂતોએ પાલિકામાં તથા મામલતદારને નિષ્ફળ ગયેલ પાકને લઈને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરી .

તલોદ ગામ પાસે આવેલ ખેતરોમાં તલોદ પાલિકાના ગંદા પાણીના તળાવમાં ગાબડું પડતાં પાસે આવેલ ખેતરોમાં પાણી ફરી વળ્યું હતુ. જેમાં પટેલ જશુભાઇ મુળજીભાઈના છ વીઘાના બટાકા તથા પટેલ રમણભાઇ મુળજીભાઈના ચાર વીઘાના બટાકા તો બન્ને ભાઇઓને મોટું નુકસાન થયું છે. દિનેશભાઇ કેશાભાઇ પરમાર સહિતના ખેડૂતોના ખેતરોમાં પણ ગટર નું ગંદુ પાણી ઘૂસી જતાં ખેતરોમાં તૈયાર થયેલ ઘઉં અને એરંડાના પાકમાં પાલિકાની નિષ્ક્રિયતાને લઈને ગટરનું ગંદા પાણીના તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતાં તૈયાર થયેલ પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. આ અંગે ખેડૂતો દ્વારા પાલિકા દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...