તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

220 તળાવ ઊંડા , 9 નવા બનાવશે જળ સંચયના 575 કામ હાથ ધરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુજલામ સુજલામ જળ સંચય અભિયાનના બીજા તબક્કાના ભાગરૂપે રવિવારે હિંમતનગર તાલુકાના બેરણા ખાતેથી જિલ્લા પ્રભારી અને સિંચાઇ મંત્રી પરબતભાઇ પટેલે જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને 9 તળાવ નવા બનાવવાની સાથે 220 તળાવ ઊંડા કરવાથી 41.1 એમસીએફટી પાણીનો સંગ્રહ વધુ થવાનો દાવો કર્યો હતો.

પરબતભાઇ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં 220 તળાવો ઊંડા કરવા, 9 તળાવ નવા બનાવવાના, 142 ચેકડમનું ડીસિલ્‍ટીંગ, 169 ચેકડેમનું રીપેરીંગ, 17 ખેત તલાવડી, નહેરની સફાઇ, નદી પુન:જીવીત કરવી, નદી પાળા,વેલ રીચાર્જ સહિતના મળી કુલ 575 કામ કરવામાં આવશે. જેમાં સિંચાઇ પંચાયત વિભાગ દ્વારા 316, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 207, વન વિભાગ દ્રારા 42 જિલ્લા વોટર શેડના 6 તથા અન્ય વિભાગો દ્વારા જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે જળ અભિયાન થકી 11,63,599 ઘન મીટરના કામ કરવામાં આવશે જેના થકી 41.1 MCFT પાણીના સંગ્રહમાં વધારો થશે. આ અભિયાનથી 3.22 લાખ માનવદિનની રોજગારી ઉભી થશે. હિંમતગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળે તો સારી ખેતી કરી શકે છે. પ્રાંત અધિકારી યતીનભાઇ ચૌધરીએ સહભાગી થવા આહવાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, અધિક કલેકટર વી.એલ.પટેલ, સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેર, જે.ડી પટેલ સહિત લોકો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો