તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોના અસભ્ય વર્તનથી વડાલીની ડોભાડા પ્રાથમિક શાળાને ગ્રામજનોની તાળાબંધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાલી તાલુકાની ડોભાડા પ્રાથમિક શાળાનો શિક્ષકગણના ગાલી ગલોચ, ગામના ચોરે જઇને ઝઘડા કરવા, અેકબીજાના પરિવારને બોલાવી અાક્ષેપો કરવા અભદ્ર ભાષાનો વારંવાર ઉપયોગથી ત્રસ્ત અાવી ગયેલ ગ્રામજનોઅે સોમવારે અેકત્ર થઇ શાળાને તાળાબંધી કરી હતી. શિક્ષણાધિકારીઅે તમામ અાઠ શિક્ષકોને જિલ્લા મથકે બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી.

ડોભાડા પ્રાથમિક શાળામાં ધો-1 થી 8 માં 220 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. છેલ્લા દોઢેક વર્ષથી 8 શિક્ષકો વચ્ચે જબરજસ્ત હુંસાતુંસી અને ખટરાગ ચાલી રહ્યો છે. શિક્ષકોઅે સભ્યતાની તમામ સીમાઅો પાર કરી દીધી હોવાનુ તથા જાહેરમાં ગાલી-ગલોચ કરી ઝઘડો કરી અેકબીજાના ઘર સુધી અાક્ષેપ કરતા હોવાથી બાળકોના માનસપટલ પર વિપરીત અસર પડી હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.

ગ્રામજનોઅે સોમવારે શાળામાં અેકત્ર થઇ વિદ્યાર્થીઅોને બહાર કાઢી શિક્ષકોને તેમના ઘેર મોકલી દીધા હતા ગ્રામજનોનુ રાૈદ્ર સ્વરૂપ જઇ શિક્ષકોઅે પણ જતા રહેવાનુ મુનાસીબ માન્યુ હતુ. ગ્રામજનોઅે શાળાના દરવાજાને તાળાબંધી કરી શિક્ષકોની બદલી કરવા માંગ કરી હતી.

શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા જાણ કરાઇ છે
 શિક્ષકો અંદરોઅંદર ઝઘડતા હોઇ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાઅે લેખિત જાણ કરી છે કમલેશભાઇ પટેલ , અાચાર્ય

અગાઉ શિક્ષકોને નોટિસ આપી હતી
 અગાઉ અા શિક્ષકોને નોટીસ અાપી લેખિત જવાબો લેવામાં અાવ્યા હતા અાચાર સંહિતા અમલી હોવાથી કાર્યવાહી થઇ શકી ન હતી. સોમવારે ગ્રામજનોઅે તાળાબંધી કરતા તમામ શિક્ષકોને હિંમતનગર બોલાવ્યા છે અને સુનાવણી હાથ ધરવામાં અાવી છે મીતાબેન ગઢવી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...