તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ-રખિયાલ રેલ્વે ટ્રેકનું આજે રેલવે સેફ્ટી કમિશ્નર નિરીક્ષણ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર અમદાવાદ બ્રોડગેજ રેલ્વે ટ્રેકનુ કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે રેલ્વેના કમિશ્નર અોફ રેલ્વે સેફટી વિભાગ ધ્વારા અાજે ગુરૂવારે અમદાવાદ -રખીયાલ રેલ્વે ટ્રેક પર સીઅારઅેસ ઇન્સ્પેક્શન કરવામાં અાવનાર છે અને રેલ્વે સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર અગામી 7 મી માર્ચે હિંમતનગર સુધીના રેલ્વે ટ્રેકનું ઇન્સ્પેક્શન કરવામાં અાવનાર છે સીઅારઅેસ ઇન્સ્પેક્શન બાદ ત્રણથી ચાર સપ્તાહમાં રેલ વ્યવહાર શરુ થઇ જતો હોય છે.

હિંમતનગર - અમદાવાદ રેલ્વે ટ્રેકનું ગેજપરીવર્તનનુકામ ડીસે- 2017 થી શરૂ કરવામાં અાવ્યા બાદ હવે પૂર્ણતાને અારે છે રેલ્વે સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર ગેજપરીવર્તન કામગીરીમાં રૂ. 800 કરોડનો ખર્ચ થનાર છે અને યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અમદાવાદ - હિંમતનગર રેલ્વે ડીવીઝન પરીયોજના હેઠળ અમદાવાદના અસારવાથી રખીયાલ સુધી અંદાજે 40 કીમીનો રેલ્વે ટ્રેક તૈયાર થઇ ગયેલ છે અને તા. 28/02/19 ના રોજ કમિશ્નર અોફ રેલ્વે સેફ્ટી ધ્વારા રેલ્વે ટ્રેક અને રૂટનું ઇન્સ્પેક્શન હાથ ધરાનાર છે જેના અનુસંધાને સૂચના પણ અાપી દેવાઇ છે. ત્યારબાદ 7 મી માર્ચે રખીયાલથી હિંમતનગર સુધીનો અંદાજે 42 કીમીનો રેલ્વે ટ્રેક પર સીઅારઅેસ હાથ ધરાનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

સેફ્ટી કમીશ્નરના ઇન્સ્પેક્શન રીપોર્ટ બાદ કોઇ સમસ્યા ન હોય તો રેલ સેવા શરૂ કરવામાં અાવે છે. મળતી વિગતો અનુસાર સીઅારઅેસ થઇ ગયા બાદ 3થી 4 સપ્તાહમાં રેલ્વેની અવર જવર શરૂ થઇ જતી હોય છે વેસ્ટર્ન રેલ્વેને નોર્થ સાથે જોડતા હિંમતનગર અમદાવાદ રેલ માર્ગનું ગેજપરીવર્તન થતા સાબરકાંઠા- અરવલ્લીના લોકોને દિલ્હી અને મુંબઇ જવા માટે વધુ તકલીફોનો સામનો નહી કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો