આગામી બે દિવસ સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે

DivyaBhaskar News Network

Jan 11, 2019, 02:56 AM IST
Idar News - the next two days will be the usual cloudy atmosphere 025643
ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે દિવસ-રાતનું તાપમાન ઉચકાયું હતું. આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે સવાર અને સાંજના સમયે હાડ થિજાવતી ઠંડીનો અનુભવ યથાવત રહ્યો હતો. આગામી બે દિવસ સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે.

બપોરના સમયે વાતાવરણ સામાન્ય હુંફાળું બન્યું હતું. ત્રણ દિવસથી ઊંચકાઇ રહેલા પારાના કારણે ગુરૂવારે મહત્તમ તાપમાન 27.5 થી 28.7 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 9.8 થી 12.0 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ સામાન્ય વાદળછાયું વાતાવરણ બની રહેશે, આ સાથે તાપમાનમાં ઉતાર-ચડાવનો દોર ચાલુ રહેશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 27.5(+1.0) 12.0(+1.8)

પાટણ 28.5(+0.5) 11.2(+1.2)

ડીસા 28.7(+0.3) 9.8(+0.6)

ઇડર 28.3(+1.4) 11.0(+0.6)

મોડાસા 27.6(+1.6) 11.4(+0.9)

X
Idar News - the next two days will be the usual cloudy atmosphere 025643
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી