તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા સાબર-2 પ્લાન્ટથી ડેરીની પ્રોસેસીંગ ક્ષમતા વધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરડેરીના અોડીટોરીયમમાં ગરૂવારે 55 મી વાર્ષિક સાધારણ સભા ગુરૂવારે કાર્યકારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડેરીઅે વર્ષ દરમિયાન હાંસલ કરેલ સિદ્ધિઓ અંગે સભાસદોને માહિતગાર કરાયા હતા.

પ્રાસંગિક પ્રવચનમાં ચેરમેન જયંતિભાઇ બી પટેલે જણાવ્યુ કે વીતેલા વર્ષમાં મહત્તમ દૂધ સંપાદન 29.89 લાખ લિટર કરાયુ હતુ. જે અગાઉના વર્ષની સરખામણીઅે 2.98 લાખ લિટર હોવા છતા દૂધ સંપાદન કામગીરી બંધ કરાઇ ન હતી. સંઘે દૂધ ઉત્પાદકોને સરેરાશ કિલોફેટના ભાવ રૂ.710 ચૂકવ્યા છે અને વર્ષ દરમિયાન સભાસદોને રૂ.3359 કરોડ જેટલુ દૂધનુ પેમેન્ટ ચૂકવ્યુ છે અને ડેરીનુ ટર્ન અોવર રૂ.5221 કરોડ જેટલુ પહોંચ્યુ છે. નવો સાબર-2 પાવડર પ્લાન્ટ દૈનિક 120 મેટ્રીકટનની ક્ષમતા ધરાવે છે જેનાથી ડેરીની મિલ્ક પ્રોસેસીંગ ક્ષમતામાં વધારો થયો છે. તેમણે જાહેરાત કરી હતી કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને કોલ્ડ ચેઇન પ્રોજેક્ટ કાર્યરત કરાશે. અા પ્રસંગે સભાસદો સહિતની સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ડિરેક્ટરો, અેમડી બાબુભાઇ અેમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...