નવલપુરની સીમમાં બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત

DivyaBhaskar News Network

Jan 11, 2019, 04:11 AM IST
Talod News - the driver died of a bike slip in navalpur39s seychelles 041150
તલોદ તાલુકાના નવલપુર ગામની સીમમાં ગત તા. 05/01/19 ના રોજ બપોરે બાઇક સ્લીપ ખાઇ જતા માઇલ સ્ટોન સાથે ટકરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ચાલકનું મોત નીપજ્યુ હતુ. ગત તા. 05/01/19 ના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે દિપકભાઇ ચીમનભાઇ પટેલ બાઇક નં.જી.જે-9-સી.કે-8922 લઇને નવલપુરની સીમમાંથી પસાર થતાં અગમ્ય કારણોસર બાઇક સ્લીપ ખાઇ જતા રોડની સાઇડમાં માઇલ સ્ટોન સાથે અથડાયુ હતુ અને દિપકભાઇને જીવલેણ ઇજાઅો થઇ હતી. પાર્થ ભૂપેન્દ્રભાઇ પટેલ (રહે. હિરાપુર કંપા તા. ધનસુરા)એ ફરિયાદ નોંધાવી હતી.

X
Talod News - the driver died of a bike slip in navalpur39s seychelles 041150
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી