તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Himatnagar News The Benefits Of Government Schemes Got A Seat For Public Development Campaigns To Provide Benefits To The Disadvantaged 064512

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી યોજનાઓના લાભોથી વંચિતોને લાભો પૂરા પાડવા જન વિકાસ ઝુંબેશ માટે બેઠક મળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વસ્તી ધરાવતા પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર તાલુકાઓમાં સરકારની યોજનાઓના લાભો મેળવવાથી વંચિત રહી ગયેલાઓને લાભ આપવા માટેની જન વિકાસ ઝુંબેશ અંગેની બેઠક હિંમતનગરમાં મળી હતી.

આ અંગે માહિતી આપતા આદિજાતિ વિભાગના કમિશ્નર દિલીપ રાણાએ જણાવ્યું કે, આ ઝુંબેશનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓથી વંચિત રહી ગયેલા જરૂરીયાતમંદ લાભાર્થીઓ સુધી અમલીકરણ અધિકારીઓ પહોંચે અને તેમને એક મહિનાની અંદર જ જે તે લાભાર્થીઓને લાભ પહોંચે તે છે.

ગંભીર રોગોથી પીડાતા લોકોની ઓળખ કરી મફત તબીબી સહાય યોજનાનો લાભ આપી અંત્યોદય કાર્ડ કાઢી આપવું, બેંક ખાતા ખોલાવવા, સગર્ભાઓની યાદી મેળવી આ લાભાર્થીઓના ખાતામાં પી.એમ. માતૃવંદના યોજનાનો લાભ આપવો, પી.એમ. કિસાન યોજના, વયવંદના સહાય, પી.એમ.એ.વાય. હેઠળ આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ ,પ્રધાનમંત્રી બીમા યોજના, રૂપી કાર્ડના લાભ, વિધવા સહાય,60 વર્ષના નિરાધાર વૃદ્ધોની યાદી, વીજળી વિનાના ઘરોની યાદી, દિવ્યાંગોની યાદી, એન.એફ.એસ.એ. કે અત્યંત ગરીબ છે અને જેને ખરેખર બી.પી.એલ. કાર્ડની જરૂર છે તેવા કુટુંબોની યાદી, ધોરણ 10,12 કે કોલેજ પાસ બેરોજગાર યુવાનો જે બેંક લોન લઈ રોજગારી મેળવવા માંગતા હોય તેમની યાદી, કાચા મકાનમાં રહેતા કુટુંબોની યાદી સાથે કુંવરબાઇ મામેરા યોજના અંતર્ગત 18 વર્ષથી વધુ વયની દીકરી કે, જેના પાછલા બે વર્ષમાં લગ્ન થયા હોય તેવા લાભાર્થીઓની યાદી બનાવવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં કલકેટર સી.જે. પટેલ, ડીડીઓ ડો. રાજેન્દ્ર પટેલ, પ્રોબેશન આઇ.એ. એસ. મમતા પોપટ, અધિક કલેક્ટર વી.એલ. પટેલ પ્રાયોજના વહીવટદાર,જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો