તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર તાલુકા પંચાયત ખાતે શૌચાલયોના લાભાર્થીઓનું સંમેલન યોજાયું હતુ.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગર તાલુકા પંચાયત ખાતે શૌચાલયોના લાભાર્થીઓનું સંમેલન યોજાયું હતુ. જેમાં તાલુકા વિકાસ અધિકારી,મદદનીશ ટીડીઓ, વિસ્તરણ અધિકારી પંચાયત અને સ્વચ્છ ભારત મિશન દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

ઘરે ઘરે શૌચાલયો બનાવવાની ભાજપ સરકારની યોજનામાં અગાઉ કોન્ટ્રાકટરો દ્વાર થયેલા કામોમાં ભ્રષ્ટાચારની બુમરાડમાંથી ધડો લઇ સરકારે હવે શૌચાલયો લાભાર્થીઓ દ્વારા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શુક્રવારે તાલુકા પંચાયત સભાભવન ખાતે તાલુકાના જે લાભાર્થીઓના શૌચાલય બન્યા નથી તેમનું સંમેલન યોજાયું હતુ. જેમાં તાલુકા વિકાસ અધિકારી ચરણસિંહ ગોહિલ, મદદનીશ ટીડીઓ સુરપાલભાઈ સુવેરા, વિસ્તરણ અધિકારી પંચાયત બિ ટીપટેલા અને સ્વચ્છ ભારત મિશનના જયરાજસિંહ બારડ દ્વારા લાભાર્થીઓને કેવી રીતે શૌચાલયો બનાવવામાં આવે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...