તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલપુરના વાળીનાથના મુવાડાના તળાવમાં આધેડ ડૂબી ગયાની શંકાએ શોધખોળ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માલપુર તાલુકાના વાળીનાથના મુવાડાના તળાવમાં આધેડ ડૂબી ગયાની શંકાને આધારે સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આધેડ મળી આવ્યો ન હતો. જેથી ગ્રામજનોએ મોડાસા પાલિકા અને હિંમતનગર પાલિકામાં જાણ કરતાં બંને જગ્યાએ સ્ટાફ ન હોવાથી લોકો રોષે ભરાયા હતા.

માલપુર તાલુકાના વાળીનાથના મુવાડાના તળાવમાં ખાંટ દલાભાઈ લક્ષ્મણભાઈ (47) તળાવની કિનારે તેમના કપડાં અને ચપ્પલ પડેલા હોવાથી તેઓ અંદર ડૂબી ગયાની શંકાને આધારે સ્થાનિકો લોકો દ્વારા માલપુર પોલીસને જાણ કરી હતી. લોકોએ માલપુર મામલતદારને જાણ કરતા મામલતદાર તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેઓ દ્વારા એન.ડી.આર.એફ. ની ટીમ ને બોલાવતા મોડાસા નગરપાલિકાની આવી હતી. પરંતુ સ્ટાફ ન હોવાથી તાત્કાલિક મામલતદારે હિંમતનગર રેસ્ક્યુ માટે જાણ કરતાં ત્યાં પણ સ્ટાફ હાજર ન હોઇ વડોદરા જાણ કરી હતી. આ અંગે મામલતદારને આવેદનપત્ર સ્થળ ઉપર આપ્યું હતું. આ અંગે ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે સવારથી શંકાના આધારે શોધખોળ કરીએ છીએ અને જે અંગે તમામ અધિકારીઓને જાણ કરી હતી પરંતુ અરવલ્લી જિલ્લામાં રેસ્ક્યુ ગાડી છે,. પરંતુ રેસ્ક્યુ કરવાનો સ્ટાફ નથી, તેઓ હિંમતનગરમાં તપાસ કરતાં ત્યાં પણ રેસ્ક્યુ સ્ટાફ ના હોઇ રોષે ભરાયા હતા.

બાયડ માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલે જણાવ્યું કે આવી ઇમરજન્સી સેવા અને સ્ટાફ બંને જિલ્લાઓમાં ના હોય તે એક દુ:ખદ બાબત છે તેના વિશે હું રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો