તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૌછા પ્રા.શાળાના આચાર્યને ન બદલવા વિદ્યાર્થીઅોની જીદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના શિક્ષણ વિભાગે અેચ-ટાટ મુખ્ય શિક્ષકોને વિદ્યાર્થીઅોની સંખ્યાને અાધારે ફાજલ કરી બદલી કરવા 19 થી 21 ડિસેમ્બરની ડેડલાઇન અાપ્યા બાદ મામલો ગરમાયો છે. શુક્રવારે વહેલી સવારે મૌછા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઅો 22 કિમી દૂર તલોદ તાલુકાના ઉજેડીયા વક્તાપુર રહેતા ધારાસભ્યના ગજેન્દ્રસિંહ પરમાર ઘેર બેનર અને માતાજીના ફોટા સાથે પહોંચી અાચાર્યને ન બદલવા જીદ પકડતાં ધારાસભ્ય પણ અવાચક બની ગયા હતા.

પ્રાથમિક શાળાના અાચાર્ય મનીષભાઇ પ્રજાપતિ સાહેબની બદલી થશે તો શાળામાં તાળાં લાગી જશે ના બેનર લઇ સવારે સાત વાગ્યે અાવેલ બાળકોને જોઇ ધારાસભ્ય ઘડીભર માટે અવાચક બની ગયા હતા. પછી તરત જ બાળકોને ઘરમાં બોલાવી બેસાડી તેમની સાથે ચર્ચા કરી હતી. શાળાના બાળકોઅે જો મુખ્ય શિક્ષકની બદલી થશે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી.

શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે: ધારાસભ્ય
 બાળકો અાવ્યા હતા અને મુખ્ય શિક્ષકની બદલી ન કરવા રજૂઅાત કરી હતી. મે અાજે જ શિક્ષણ મંત્રીને મળીને અા બાબતે રજૂઅાત કરી છે અને મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય પ્રાંતિજ

મુખ્ય શિક્ષકની બદલી કરાશે તો શાળાને તાળાં લાગશે
 મુખ્ય શિક્ષકને કારણે અમારી શાળામાં ખૂબ બદલાવ અાવ્યો છે. ગામની જરૂરિયાત મુજબ તેમણે પોતાના ચાર- પાંચ લાખ રૂપિયા ખર્ચ્યા છે તેમના પ્રયાસોથી લાયબ્રેરી, કોમ્યુનીટી હોલ, મધ્યાહન ભોજન માટેની સુંદર વ્યવસ્થા, સારુ શિક્ષણ પ્રાપ્ત થયુ છે બદલી કરાશે તો ગેટને તાળાં લાગી જશે. નિધી મકવાણા, ધો-6, વિદ્યાર્થીની

અન્ય સમાચારો પણ છે...