તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદના વજાપુરમાં બસ મોડી આવતાં વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ તાલુકાના વજાપુરમાં તલોદથી આવતી બસ દરરોજ મોડી આવતી હોવાથી તખતગઢ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડતાં વજાપુર ગામના બાળકોના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.

તાલુકા મથક તલોદથી વાયા વજાપુરથી તખતગઢ જતી બસ શરૂ થઇ ત્યારે 9-30 વાગ્યે પહોંચી જતી હતી. પરંતુ છેલ્લા ત્રણ ચાર માસથી બસ 10-30 થી 11-00 વાગ્યાની વચ્ચે આવે છે. જેથી વજાપુર તેમજ હડમતીયાના વિદ્યાર્થીઓ શાળામાં સમયસર પહોંચી શકતા નથી ઉપરાંત પ્રાર્થના અને પ્રથમ પીરીયડ પણ ચુકી જાય છે. જેથી તેમનું શૈક્ષણિક કાર્ય બગડે છે.

શાળાના આચાર્ય અને વાલીઓ રોજ એક કલાક લેટ આવતી બસની સમસ્યાના નિવારણ કયા પગલા લેવા તેની ચર્ચા કરવા માટે વજાપુર ગામે એકત્ર થયા હતા અને વજાપુર ગામે બસ 9-30 વાગે આવે તે માટે અસરકારક પગલાં ભરવા આયોજન કરાયું હતું. આગામી દિવસોમાં જો એસ.ટી.તંત્ર દ્વારા બસ નિયમિત કરવામાં આવશે નહિં તો બસ રોકો આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...