તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો-10 ગણિતનું પેપર અઘરું,10-12ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના ત્રણ કેસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધો-10 અને ધો-12 ની લેવાઇ રહેલ બોર્ડની પરીક્ષામાં બુધવારે સાબરકાંઠા જિલ્લામાં બંને સેશનમાં ગેરરીતીના કુલ 3 કેસ નોંધાયા હતા. ધો-10 ની ગણિતની પરીક્ષામાં અેક વિદ્યાર્થી મોબાઇલ સાથે બીજો કાકાના રીપીટર દિકરાની પરીક્ષા અાપવા જતાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહમાં અેક વિદ્યાર્થી કાપલી સાથે કોપી કરતા પકડાતાં જિલ્લામાં કુલ ગેરિતીના 3 કેસ નોંધાયા હતા.

ધો-10 માં બુધવારે ગણિતનું પેપર હાથમાં અાવતા જ વિદ્યાર્થીઅોને પરસેવો છૂટી ગયો હતો રોકડા ગુણનુ ગણાતુ ગણિતનુ પેપર અઘરૂ અને લાંબુ હોવાથી હોશિયાર વિદ્યાર્થીઅો પણ મૂંઝાયા હતા. પ્રશ્નો ફેરવીને પૂછવામાં અાવ્યા હોવાથી વિદ્યાર્થીઅોની બુધ્ધિની પૂરી કસોટી થઇ હતી. ગણિતની કપરી કસોટીમાં ગાંભોઇની ગાંભોઇ ગૃપ સેકન્ડરી હાઈસ્કૂલમાં અેક વિદ્યાર્થી કંપાસમાં મોબાઇલ લઇને અાવતા તેને ખંડનિરીક્ષકે ઝડપી પાડ્યો હતો. કેન્દ્ર સંવાહક જયશ્રીકૃષ્ણ નરસિંહભાઇ પટેલે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બીજા કિસ્સામાં ગ્રોમોર સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં કાકાના રીપીટર દીકરાની જગ્યાઅે પરીક્ષા અાપવા અાવેલ ડમી વિદ્યાર્થીનો ફોટો બોર્ડની સીટ સાથે મેચ ન થતા સુપરવાઇઝરે પકડી પાડ્યા બાદ ગાંભોઇ પોલીસે તપાસ હાથ
ધરી છે.

બપોર બાદ ધો-12 સામાન્ય પ્રવાહના અાંકડા શાસ્ત્ર વિષયની પરીક્ષા દરમિયાન ઇડર તાલુકાના ઉમેદગઢની સી.જે.વિદ્યામંદિર હાઇસ્કૂલમાં અેક વિદ્યાર્થીને સુપરવાઇઝરે કાપલી સાથે ઝડપી પાડતા અત્યાર સુધીમાં સા.કાં. જિલ્લામાં ગેરરીતીના કુલ 6 કેસ નોંધાઇ ચૂક્યા છે.

ધો-10 ના કુલ 26734 વિદ્યાર્થીઅો ગણિત િવષયની, ધો-12 વિજ્ઞાન પ્રવાહના 2514 વિદ્યાર્થીઅો જીવ વિજ્ઞાનની અને ધો-12 સામાન્ય પ્રવાહના 1843 વિદ્યાર્થીઅોઅે અાંકડા શાસ્ત્ર વિષયની પરીક્ષા અાપી હતી.

ધો-10 નો છાત્ર મોબાઇલ સાથે,ધો-12 સા.પ્રવાહમાં કાપલી સાથે એક ઝડપાયો

કાકાના રીપીટર દિકરાની ધો-10ની પરીક્ષા અાપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો