અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવા કંટ્રોલ રૂમ શરૂ

વન વિભાગ અને કરૂણા ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 03:22 AM
Modasa News - start the control room to treat the injured birds in uttarayan in aravali district 032220
ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા અને જીવ બચાવવા જિલ્લા વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.ઘાયલ પક્ષીઓની જાણકારી મેળવવા સારૂ વન વિભાગ અને કરૂણા ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન તા.10મી થી 20મી જાન્યુઆરી દામ્યાન પતંગદોરીથી ઘાયલ થતા બચાવવા માટે વન વિભાગ અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં અાવ્યુ છે. જિલ્લામાં તહેવારના દિવસો દરમ્યાન પતંગ અને ધારદાર દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે અને મુંગા પશુઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લા વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ નંબર 02774 240251, 246693 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંપર્ક

કરૂણા એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962

જિલ્લા કંટ્રોલરૂમ નંબર

02774 240251

02774 246693

મોડાસા 02774- 246693,

બાયડ- 02779 222068

માલપુર- 02773- 223284

મેઘરજ- 02773 244272

ધનસુરા- 02774- 273726

ભિલોડા- 02771- 234334

શામળાજી-02771- 240138

X
Modasa News - start the control room to treat the injured birds in uttarayan in aravali district 032220
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App