સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવા કંટ્રોલ રૂમ શરૂ

જિલ્લા મથક સહિત 8 તાલુકા મથકોઅે હેલ્પલાઇન શરુ કરાઇ

DivyaBhaskar News Network | Updated - Jan 11, 2019, 02:56 AM
Himatnagar News - start the control room to treat the birds injured in uttarayan in sabarkantha district 025616
ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઅો સહિત મનુષ્યો પણ ઇજાગ્રસ્ત થાય છે તેમને સારવારની સુવિધા મળી રહે તે હેતુસર ગુરૂવારથી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં અાવ્યો છે અને જિલ્લા કંટ્રોલ રૂમ સહિત અાઠ તાલુકા મથકોઅે હેલ્પલાઇન શરુ કરવામાં અાવી છે.

કરુણા અભિયાન અંતર્ગત તા. 10 જાન્યુઅારી થી તા. 20 જાન્યુઅારી સુધી કાર્યરત રહેનાર કંટ્રોલરૂમ શરૂ કરવામાં અાવ્યા છે. પશુ- પક્ષીની સારવાર માટે કરુણા અભિયાન અેમ્બ્યુલન્સના નંબર 1962 પર સંપર્ક કરવાનું જણાવી કલેક્ટર પ્રવીણા ડીકે અે વધુ વિગત અાપતા જણાવ્યુ હતુ કે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા તમામ તાલુકામાં કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં અાવ્યા છે. સારવાર માટેની વ્યવસ્થા અંગે તેમણે વિગતવાર જણાવ્યુ કે ઘાયલ પક્ષીઅોની સારવાર માટે તાલુકાદીઠ સારવાર કેન્દ્રની અને 4 પેટા સારવાર કેન્દ્ર મળી કુલ 12 સારવાર કેન્દ્ર શરુ કરવામાં અાવ્યા છે. તદ્દપરાંત ઇજાગ્રસ્ત પક્ષીઅો માટે 5 અેમ્બ્યુલન્સ અને 34 વેટરનરી ડોક્ટરની ટીમો તૈનાત કરાઇ છે. વન વિભાગના 11 કંટ્રોલરૂમ રાઉન્ડ ધી ક્લોક ચાલુ રાખવામાં અાવ્યા હોવાનું નાયબ વનસંરક્ષક ર્ડા. શોભિતા અગ્રવાલે જણાવ્યુ હતું.

X
Himatnagar News - start the control room to treat the birds injured in uttarayan in sabarkantha district 025616
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App