જપ્ત સબ્સીડાઇઝ્ડ ખાતર મેડ ઇન ચાઇના લખી ફક્ત ઔદ્યોગિક એકમોને વેચાતો હતો

Himatnagar News - seized was sold only industrial units by subscribing to the composted med in china 092019

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:20 AM IST
હિંમતનગર શહેરને અડીને પીપલોદી નજીક ગોડાઉનમાંથી ખેતીવાડી વિભાગના ગુણવત્તા નિયંત્રણ વિભાગે બુધવારે રેડ કરીને 31 હજાર કિગ્રા સબ્સીડાઇઝ્ડ યુરિયાનો જથ્થો ઝડપી પાડવાના પ્રકરણમાં અેક શખ્સ અાખોયે ગોરખ ધંધો પોતાના ઉપર સ્વીકારી લઇ માત્ર રૂ.450 માં અૌદ્યોગિક અેકમોને રિપેકીંગ કરી વેચાણ કરતો હોવાનુ લેખિત નિવેદન અાપતા ખેતીવાડી વિભાગની કામગીરી અેરણે ચઢી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુરિયા ખાતરનું રીપેકીંગ થઇ રહ્યુ હતુ અને રીપેક થયેલ બેગ પર ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ અોન્લી અને મેઇડ ઇન ચાઇના પ્રિન્ટ કરેલ હતું.

ખેતીવાડી વિસ્તરણ વિભાગના યોગેશકુમાર રામુદાન ગઢવી, ગુણવત્તા નિયંત્રણ વિભાગના અેચ.અાર. પટેલ, સી.વી. દેસાઇના ધ્યાન ઉપર આવતાં પીપલોદી નજીક રેલ્વે લાઇનની પાસે અાવેલ ગોડાઉનમાં ખાતરની શંકાસ્પદ હીલ ચાલ થઇ રહી છે જેથી તેની પર વોચ રાખી બુધવારે બપોરે ગોડાઉનમા યુરીયા ખાતરનો મોટો જથ્થો જોવા મળતા જગ્યાના માલિક યશવંતસિંહ પાસેથી ગોડાઉન ભાડે રાખનારનો નંબર લઇ તેને બોલાવતા સાંજે ચાર વાગ્યે અાવુ છુ કહી જયેશકુમાર વસંતલાલ મહેતા નામનો શખ્સ સાંજે અાવતા તેની હાજરીમાં ગોડાઉનમાંથી 50 કિલોની નીમકોટેડ સબ્સીડાઇઝ્ડ 620 બેગનો જથ્થો સીઝ કર્યો હતો.

જયેશકુમાર વસંતલાલ મહેતાઅે પણ બધુ પોતાના માથે લઇ લેતા અને માત્ર 450 ના ભાવે અૌદ્યોગિક અેકમોને વેચાણ કરતો હોવાનુ નિવેદન અાપતા અન્ય લોકોને બચાવી લેવાયાની પણ સંભાવનાઅો વ્યક્ત થઇ હતી. યોગેશકુમાર ગઢવીની ફરિયાદને પગલે અેડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

ખાતરની બેગ પર મેડઇન ચાઇના- આૈદ્યોગિક એકમો માટે પ્રિન્ટ કરેલુું

આમની સામે ફરિયાદ

1. જયેશકુમાર વસંતલાલ મહેતા (રહે. રાજદર્શન સોસા. ગાયત્રી મંદિર)

2. જયેશકુમાર મહેતા સાથે સંકળાયેલ તમામ શખ્સો

3. રાસાણિક ખાતર સપ્લાય કરનાર તમામ શખ્સો

4. રાસાયણિક ખાતરની ખરીદી કરનાર તમામ શખ્સો

5. અન્ય નામ ખુલે તે તમામ

ખેડૂતોઅે જ સબસીડીવાળુ ખાતર અાપ્યુ છે : આરોપી

જયેશકુમાર વસંતલાલ મહેતાઅે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે ખેડૂતો પાસેથી રૂ.335 ના ભાવે સબ્સીડાઇઝ્ડ યુરીયા ખાતર ખરીદી અંદાજે બસોઅેક થેલી ભેગી થાય ત્યારે ગોડાઉન પર લાવવામાં અાવતી હતી અને તેનુ ઇન્ડસ્ટ્રીયલ યુઝનું પેકીંગ કરી અૌદ્યોગિક અેકમોને રૂ.450માં વેચાણ કરવામાં અાવતુ હતુ. નોંધનીય છે કે યુરીયા ખાતર ખૂલ્લા બજારમાં રૂ. 1 હજાર થી લઇ રૂા. 1200 ના ભાવમાં વેચાય છે.

મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઇ

નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરીયાઅે જણાવ્યુ કે રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 ના ખંડ-7,8,19(ગ)(4), ખંડ-25 અને 35, અાવશ્યક ચીજવસ્તુ ધારા 1955 ની કલમ 7(1)(ક)(2) અંતર્ગત ફરિયાદ નોંધાવી છે જેમાં 3 માસથી લઇ 7 વર્ષની સજાની જોગવાઇ છે.

X
Himatnagar News - seized was sold only industrial units by subscribing to the composted med in china 092019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી