તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 માર્ચથી રૂ. 1840ના ટેકાના ભાવે ઘઉં ખરીદી થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના અન્ન અને પુરવઠા નિગમ દ્વારા 15 મી માર્ચથી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1840 ના ટેકાના ભાવે ઘઉની ખરીદી કરવાનો પરી૫ત્ર કરવામાં અાવ્યો છે.

ખેડૂતોને ઘઉના પોષણક્ષમ ભાવ મળી રહી તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019-20 માટે ઘઉના પ્રતિ ક્વિન્ટલ રૂ. 1840 ટેકાના ભાવ નક્કી કર્યા છે રાજ્ય સરકાર તા. 15 માર્ચથી પુરવઠા નિગમના માધ્યમથી ઘઉની ખરીદી શરુ કરનાર છે અને 31 માર્ચ સુધીમાં ખરીદી પૂર્ણ કરવાની રહેશે. જરૂરીયાત ના સંજોગોમાં 15 દિવસનો સમયગાળો વધી શકે તેમ હોવાનુ નિગમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. ટેકાના ભાવે ખરીદેલ જથ્થો 1 જૂનથી જાહેર વિતરણ વ્યવસ્થાને ફાળવી દેવાનુ અાયોજન કરવામાં અાવ્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ખરીદીની રોજ બરોજની કાર્યવાહીની દેખરેખ અને ખેડૂતોને ઉભી થતી સમસ્યાઅોના નિરાકરણની જવાબદારી કલેક્ટરની અધ્યક્ષ સ્થાને બનેલ કમીટીની રહેશે. ખેડૂતોઅે અાધારકાર્ડ, બેન્ક પાસબૂક, 7/12 સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો