તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરબડા ખાતે યોજાયેલી ગ્રામસભામાં વિકાસ કાર્યોના ઠરાવો કરવામાં આવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગરને અડીને આવેલા પરબડામાં યોજાયેલી ગ્રામસભામાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવા અંગેના ઠરાવો પસાર કરાયા હતા.

પરબડા ગ્રુપ પંચાયતના તલાટી જીતેન્દ્રસિંહ રાજપૂત અને ડેપ્યુટી સરપંચ ભરત જાદવની હાજરીમાં બુધવારે ગ્રામસભા યોજાઇ હતી.જેમાં આ ગામોમાં વિકાસ કામો હાથ ધરવાના ઠરાવો પસાર કરાયા હતા. 14મા નાણાં પંચે સુચવેલા લાલપુર ગામમાં જે કામો પુર્ણ થયા છે તે અને બીજા હપ્તાના નવા કામોના આયોજન માટે ચર્ચા કરાઇ હતી. ચીસ્તીયાનગરમાં નવીન આંગણવાડી બનાવવી,ગ્રુપ ગ્રામ પંચાયમાં સમાવેશ તમામ ગામોની આંગણવાડીઓના મકાનને રંગરોગાન કરાવવું, સર્વે નં.219 અને 220માં પીવાના પાણી માટે બોર બનાવવો, ગામતળ અને વિકસિત થઇ રહેલ વિસ્તારોમાં રસ્તા,પાણી અને ગટરની સુવિધા ઉભી કરવી, પરબડા અને ધાણધા પ્રા.શાળામાં બ્લોક નાખવાનું કામ વગેરે ઠરાવો પસાર કરાયા હતા. સભામાં પંચાયત સદસ્ય, હિબજુર રહેમાન,અબ્દુલભાઇ બલોચ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો