તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં રહીશોએ કંટાળી તૃષ્ણા ગેસ્ટહાઉસને સીલ માર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરને અડીને અાવેલ સાબરડેરી નજીકના ગેસ્ટ હાઉસોમાં ધમધમતા દેહવ્યાપારથી વાઝ અાવી ગયેલ અાસપાસના રહીશોઅે ગુરૂવારે બપોરે રીતસરનું હલ્લાબોલ કરી તૃષ્ણા ગેસ્ટ હાઉસના દરવાજાને વેલ્ડીંગથી સીલ કરી અન્ય ત્રણ ગેસ્ટ હાઉસોમાંથી કપલો બહાર કાઢી વોર્નિંગ અાપી હતી.

હાજીપુર ગામની સીમમાં રહેતા લોકો દ્વારા મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ કિશોર ભાઇ બહેન પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બિભત્સ ઇશારા કરી તેમને પરેશાન કરાયા હતા. તે સમયે બંને જણાઅે ઘેર જઇ વાત કરતાં ગેસ્ટ હાઉસ સંચાલકને અા બાબતે ચેતવણી અપાઇ હતી.

ત્યારબાદ ગુરૂવારે ફરીથી ઘટનાનુ પુનરાવર્તન થતા રહીશો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં અેકત્ર થઇ હલ્લાબોલ કર્યું હતુ અને ત્રીજા માળે વેલ્ડીંગ પેટી ચઢાવી તૃષ્ણા ગેસ્ટ હાઉસના દરવાજાને વેલ્ડીંગ મારી સીલ કર્યો હતો.ત્યારબાદ અાજુબાજુના ત્રણ ગેસ્ટ હાઉસમાંથી કપલો બાહર કાઢી ત્રણેયને ચેતવણી અપાઇ હતી અાખાયે ઘટના ક્રમ દરમિયાન પોલીસ નદારદ રહી હતી.

બીજા ત્રણ ગેસ્ટ હાઉસમાંથી રહીશોએ કપલો બહાર કાઢી વોર્નિંગ આપી

અન્ય સમાચારો પણ છે...