ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1લી ઓક્ટો.થી રજિસ્ટ્રેશન શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા 1 લીથી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે. ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોઅે દરેક ખરીદ કેન્દ્રના અેપીઅેમસી અથવા ઇ-ગ્રામ કેન્દ્રના અોપરેટરના માધ્યમથી જરૂરી દસ્તાવેજ સાથે તા. 01-10-19 થી તા. 31-10-19 દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ખેડૂતના મોબાઇલ નંબર પર અોટીપી અાવ્યા બાદ જે તે ડીઇઅો કે વીસીઇને અાપતા રજીસ્ટ્રેશન પૂર્ણ થશે અને અેનરોલમેન્ટ નંબર જનરેટ થશે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી મગફળીની ધીમી અાવક શરુ થઇ છે પ્રથમ દિવસે ખેડૂતોને સારા ભાવ મળ્યા બાદ ત્રણ જ દિવસમાં ભાવમાં સરેરાશ રૂ.200 નો ઘટાડો થયો છે.

ખેડૂતો દ્વારા ટેકાના ભાવ રૂા.1018 થી વધારીને રૂા.1200 કરવામાં અાવે તેવી માંગણી કરાઇ રહી છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં તા. 25-09-19 થી મગફળીની ધીમી અાવક શરુ થઇ છે. પ્રથમ દિવસે 70 બોરીની અાવક થઇ હતી અને મણના ભાવ રૂ. 1 હજારથી રૂ.1136 બોલાયા હતા. પરંતુ બીજા જ દિવસે તેમાં રૂા.100 રૂા.200 નો કડાકો બોલી ગયા બાદ ત્રીજા દિવસે સૌથી નીચા ભાવ રૂ.800 સુધી પહોંચી ગયા હતા. ત્રણ દિવસમાં માત્ર દોઢસો બોરીની અાવક થઇ છે અને ટેકાના ભાવ કરતા નીચા ભાવે ખેડૂતોને વેચાણ કરવુ પડ્યુ છે ત્યારે સરકાર દ્વારા ઝડપથી ટેકાના વધારેલ ભાવે ખરીદી શરુ કરવામાં અાવે તો ખેડૂતોને તેમના પાકુનુ વળતર મળી રહે તેવી લાગણી પ્રવર્તી રહી છે. જિલ્લામાં 56788 હેક્ટરમાં ખરીફ મગફળીનું વાવેતર કરાયુ છે.

ત્રણ દિવસમાં ભાવમાં ઘટાડો

તા. અાવક બોરી નીચોભાવ ઉંચો ભાવ

25 570 1000 1136

26 630 900 940

27 750 800 1072
અન્ય સમાચારો પણ છે...