તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજેતરમાં શિક્ષણ અભિયાનના કરાર અાધારિત અને ફીક્સ વેતનના કર્મચારીઅોઅે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં શિક્ષણ અભિયાનના કરાર અાધારિત અને ફીક્સ વેતનના કર્મચારીઅોઅે મૂંડન કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચાર્યા બાદ હિંમતનગર મોતીપુરા ખાતે અેકત્ર થઇ વડા પ્રધાનની મુલાકાત પૂર્વે વેદના રજૂ કરતો ખૂલતો પત્ર પાઠવ્યો હતો.

અમિતભાઇ કવિઅે વિગત અાપતા જણાવ્યુ હતુ કે શિક્ષણ અભિયાન ક્ષેત્રના કર્મચારીઅો, વિદ્યાસહાયકો, કાૈશલ્ય વર્ધન સહાયકો, બાલમિત્રો શિક્ષણ સહાયકો, દિવ્યાંગ સહાયકો, ફીક્સ પગારના સહાયકો પૂર્ણ કક્ષાના કર્મચારીની સમકક્ષ ફરજ બજાવે છે અા કર્મચારીઅોના પગાર ધોરણ, મળવાપાત્ર લાભો, હંગામીમાંથી કાયમી કરવા સહિતના ઘણા પ્રશ્નોની અવગણના થઇ રહી છે. ખૂલ્લા પત્રથી વડાપ્રધાનને અમારા પ્રશ્નોનુ નિરાકરણ કરવા રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...