તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેને અતિશય સુખ છે એણે અતિશય દુઃખ માટે તૈયાર રહેવું: મોરારીબાપુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરના બામણામાં કવિ ઉમાશંકર જોષીની સ્મરણાંજલી સ્વરૂપે યોજાયેલી માનસ રામકથાના 9 મા અને અંતિમ દિવસે સંત મોરારી બાપુએ ઉમાશંકરની જનેતાને અને તેજવાન અને ભેજવાન ભૂમિ બામણાને પ્રણામ કરી કહ્યું કે હવે આપણે એના એજ ના રહી જઇયે એ જોવાનું રહ્યું. અયોધ્યાકાંડનું શ્રોતાઓને રસપાન કરાવતાં બાપુએ જણાવ્યું કે, ભગવાન રામને અયોધ્યાના આગમનના બીજા દિવસે રાજયાભિષેકને બદલે વનવાસ થવાની આશા હતી. છતાં તેમનામાં કોઇ ઉદવેગ ન હતો.

જેને અતિશય સુખ છે એણે અતિશય દુઃખ માટે તૈયાર રહેવું જેને મધ્યમ સુખ છે તેને મધ્યમ દુઃખ અને જેને ઓછું સુખ એને ઓછું દુઃખ.ભગવાન શંકરના અવતાર ગણાતાં જગત ગુરુ શંકરાચાર્યએ સુખ દુખને સમાન ગણાવ્યા હતા. ભગવદ ગીતામાં પણ સુખ દુખને સરખા ગણ્યા છે. જયારે નરસિંહ મહેતાને તો સુખ દુખને હળવાશમાં લઇ સુખ દુખને મનમાં ન આણીએ એમ જણાવ્યું હતું જયારે સવા ભગતેતો સુખ દુખ ગમે ત્યારે આવે ઓચિંતા આવે તેને સહવાની તૈયારી રાખવી.

રામ લક્ષ્મણ જાનકી વનમાં જાય છે પિતાજી સ્વર્ગમાં જાય તે અરણ્યકાંડ, કિષકિન્ધા કાંડનું વર્ણન કરતાં બાપુએ સીતાહરણ, અસુરોના નાશ બાદ સુરપંખા રાવણને કેવી રીતે ઉપસાવે છે તે અગત્સ ઋષિનો આશ્રમ, શબરી આશ્રમ અને શબરીની 9 પ્રકારની ભકિતીન ચર્ચા,પંપા સરોવર,નારદમુનિ, વિભિષણનું શરણ,સુગ્રીવનું વચન ભંગ, સાગર પાર જવા વિભીષણની સલાહ,રામસેતુ,લંકા વિજય, ભરતનું રામ મિલન,રામરાજય, નું સુંદર નિરૂપણ કરતાં બાપુએ જણાવ્યું કે, સાચા પ્રેમનું પ્રતીક એટલે રામે સીતા માટે બનાવેલ સેતુ બંધ હતું.જ્યારે મહાદેવે પહેરેલ મૃગચર્મ પડી ગયુંત્યારે સાકાર સ્વરૂપમાંથી લિંગ સ્વરૂપ ધારણ કયુઁ ત્યાર થી ભગવાન શંકર નું લિંગ પૂજાય છે. તુલસીદાસે રામ કથાના અંતમાં દુર્વાદ અને વિવાદને બાજુએ મૂકી સંવાદની સ્થાપના કરી હતી.

રવિવારે કવિ, વિવેચક, ગદ્ય લેખક,અને સરદાર પટેલ યુનિ.ના ગુજરાતી ભાષા ભવનના અધ્યાપક મણિલાલ પટેલે “ગીત અમે ગોત્યુંને ગોત્યું તોય ન જડ્યું “ કાવ્યનો રસાસ્વાદ કરાવતાં જણાવ્યું કે, સુતેલા ઝરણાંને જગાડતા રળિયામણા પ્રદેશના કવિ ઉમાશંકર કવિતાથી સોહામણા હતા. કથાના યજમાન પ્રવિણભાઇ તન્નાએ અને આર.ટી.જોષીએ બારિશી સમાજ અને બ્રાહ્મણ મેવાડા સમિતી સહિત કથાના સમાપન વિરામ પ્રસંગે જણાવ્યું કે કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો ક્ષમાયાચના માગી સહયોગીઓનો આભાર વ્યકત કર્યો હતો.

રામકથામાં અંતિમ દિવસે મોટીસંખ્યામાં ભક્તો હાજર હતા.મકસુદ મનસુરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો