તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજના મૌછાના અનોખા રંગ મંચ ગૃપે આખા ગામની સફાઇ કરી યુવા દિવસની ઊજવણી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાગો,ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી પરિશ્રમ કરોનું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે પ્રાંતિજ તાલુકાના મૌછા ગામના અનોખો રંગમંચ ગ્રુપ દ્વારા આખા ગામમાં સફાઈ કરી બે ટ્રેક્ટર થી વધુ કચરાનો નિકાલ કરી 12 જાન્યુઆરીએ યુવા દિવસની ઉજવણી કરી હતી.

મૌછા ગામે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે અનોખો રંગમંચ ગ્રુપના સદસ્ય એવા યુવા અને બાળકો દ્વારા યોજાયેલ સફાઇ કાર્યક્રમમાં મૌછા ગામના જાહેર રસ્તાઓ પરનો કચરો, પ્લાસ્ટીક, નકામી ચીજવસ્તુઓ રસ્તા પરથી બે ટ્રેકટર જેટલો કચરો એકત્રીત કરી નિકાલ કરાયો હતો.

અનોખો રંગમંચના દિનેશસિંહ, આશિષ કુમાર, સમીરભાઈ, અલ્પેશ ભાઈ, હાર્દિક ભાઈ, હિતેશકુમાર શાળાના બાળકોને સાથે રાખી સફાઇ કાર્યક્રમ યોજાયો હતો .આ ગ્રુપમાં ગામના તમામ જ્ઞાતિ ના યુવાનો અને બાળકો સામેલ થઈ ગામમાં અવનવા કાર્યક્રમો યોજે છે. જેમાં પ્રમુખ, મંત્રી જેવા હોદ્દા આપવામાં આવતા નથી દરેક સભ્ય ગામના હિતમાં કામગીરી કરે છે. અનોખા રંગમંચ ગૃપ દ્વારા યુવા દિવસની ઉજવણીની સાથે બાળકોમાં અત્યારથી જ સ્વચ્છતાની જાગૃતિ આવે અને મારું ગામની લાગણી પેદા થાય તે માટે આવી પ્રવૃત્તિ કરાય છે અને ગૃપમાં યુવાનોની સાથે તેમનો પણ સમાવેશ કરાયો છે.

ઉત્તરાયણે ગૃપ જરૂરિયાતમંદોને રાશનકિટ અપાશે

ગૃપ મેમ્બર સમીરભાઈએ જણાવ્યું કે ગામમાં રહેતી વિધવા મહિલાઓ કે જેમને સંતાન ન હોય ઉંમરલાયક લોકો કે જેમને સંતાન નથી તથા દિવ્યાંગોને તા. 14 જાન્યુઆરીના રોજ રાશન કીટ આપવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો