તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજ ધારાસભ્યની અોફિસમાં તોડફોડ કરી મારવાના પ્રકરણમાં 11 વિરુદ્ધ ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા ભોઇવાસ વિસ્તારમાં બનાવવામાં આવી રહેલા કોમ્યુનીટી હોલને લઈને ભોઇ સમાજના એક જૂથના કેટલાક શખ્સોએ ભોઇ સમાજના યુવક તથા કોર્પોરેટર અને ભાજપ શહેર પ્રમુખને મારમારી લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં 11 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ભોઈવાસ ખાતે આવેલ મહાકાલી મંદિર પાસે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું કામ નહી થવા દેવા સારૂ સ્થળ ઉપર જઈને વિપુલભાઇ કાન્તીભાઈ ભોઇ તથા કાન્તીભાઈ પરષોત્તમ ભાઇ ભોઇને અપશબ્દો બોલી વિપુલભાઈને ગડદાપાટુનો મારમારી તથા કુણાલભાઇ મહેશભાઇ ભોઇ વિપુલભાઇને માથામાં લોખંડનો સળિયો મારી ઇજા કરી હતી. વિજય પટેલને ઓફિસમાં જઈને હુમલો કરી અંદર ઘૂસી જઇ વિજય પટેલ તથા નગરપાલિકા કોર્પોરેટર તથા બાંધકામ સમિતિના ચેરમેન ધવલભાઇ રાવલને રમેશભાઇ મંગાભાઇ ભોઇ, ઉત્તમભાઇ વાસુભાઇ ભોઇ, નિતીનભાઇ અશોકભાઇ ભોઇનાઓએ ધવલભાઇના ગળામાં પહેરેલ સોનાનો દોરો આશરે બે તોલાનો તથા ડાબા હાથે પહેરેલ સોનાની વીંટી આશરે પોણા તોલાની મળી કુલ- 75000ની મત્તાની લૂંટ કરી કુણાલભાઇ મહેશભાઇ ભોઇ, વિજયભાઇ અંબાલાલ ભોઇ, મુકેશભાઇ અશોકભાઇ ભોઇ, મહેશભાઇ દેવાભાઇ ભોઇ તથા બીજા ત્રણ શખ્સોએ ઓફિસમાં ખુરશીઓ તથા ટયુબ લાઇટ વિગેરેની તોડફોડ કરી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ ભાઇલાલ ભાઇ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ કરતાં પ્રાંતિજ પોલીસે 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...