તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદન પાઠવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આ વર્ષે થયેલ ઓછા વરસાદને લઈને પ્રાંતિજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે પ્રાંતિજ મામલતદાર તથા પ્રાન્ત કચેરીઓમાં આવેદનપત્ર આપ્યું હતું.

ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રાંતિજ તાલુકામાં ચોમાસાની સિઝન માં 12 ઇચ થી પણ ઓછો વરસાદ નોંધાતા પ્રાંતિજ તાલુકામાં પડેલ વરસાદ સિંચાઇ વિભાગના વરસાદી આંકડા મુજબ 341મી.મી થી ઓછો વરસાદ થયેલ હોય તો તાલુકા માં ઓછો વરસાદ થયેલ હોય પ્રાંતિજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા કાર્યવાહી કરવા પ્રાંતિજ મામલતદાર ખાતે નાયબ મામલતદાર ડી.એલ.રાઠોડ તથા પ્રાન્ત કચેરી ખાતે હરેશભાઇ પરમારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત સુનીલદાસજી મહારાજ, ભારતીય કિસાન સંઘના પ્રમુખ પટેલ ઇશ્વરભાઇ એમ, મંત્રી સહિત કાર્યકરો ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...