તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુકાન ખોલવા પરિણીતા પાસે 50 હજાર માગી તગેડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર શહેરને અડીને અાવેલ ઝહીરાબાદમાં વેલ્ડીંગની દુકાન ચાલુ કરવા રૂ.50 હજારની માંગણી કરી ત્રાસ ગુજારતાં પત્નીઅે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ઝહીરાબાદના દરિયાઇ પાર્કમાં રહેતા અને મૂળ વડાલી કસ્બાના ઝૂબેરઅલી ઇબ્રાહીમ અલી સૈયદે વેલ્ડીંગની દુકાન ચાલુ કરવા માટે તેમની પત્ની અાસીયાના બાનુ અાસીફહુસેન રસુલમીયા શેખને તેના પિતાના ઘેરથી રૂ.50 હજાર લઇ અાવવા માંગણી કરી પૈસા નહી લાવે તો જાનથી મારી નાખવાની ધમકીઅો અાપી મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હતા. અાસીયાના બાનુના જણાવ્યાનુસાર છેલ્લા છ અેક વર્ષથી ત્રાસ ગુજારાઇ રહ્યો હતો. પોલીસે ઝૂબેર અલી સૈયદ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝહીરાબાદમાં પરિણીતાઅે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, 6 વર્ષથી ત્રાસ ગુજારાતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો