તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ અને ‌Rs.6.90 લાખ ચૂકવવા અાદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના કાંકણોલમાં ખેતીની જમીન ખરીદવા અાપેલ રૂ.6.90 લાખની અવેજમાં અાપેલ ચેક રિટર્ન થવાના કિસ્સામાં ત્રીજા અેડી.જ્યુડી.મેજીસ્ટ્રેટે અેક વર્ષની કેદ અને વળતર પેટે રૂ.6.90 લાખ ચૂકવી અાપવા અાદેશ કર્યો હતો.

કાંકણોલ ગામના હસમુખભાઇ હાથીભાઇ પટેલે તેમના ગામના જ હિતેશકુમાર રવચંદભાઇ પટેલને ખેતીની જમીન ખરીદવાની હોય અને તાત્કાલિક પૈસાની જરૂર હોવાથી હાથ ઉછીના પૈસા માંગતા હસમુખભાઇઅે બે દિવસ બાદ તા. 27-06-11 ના રોજ 6 માસમાં પૈસા પરત અાપવાની શરતે રૂ.6.90 લાખ હાથ ઉછીના અાપ્યા હતા. ઉઘરાણીને અંતે તા. 29-10-12 નો ચેક અાપ્યો હતો. હસમુખભાઇઅે તા.30-10-12 ના રોજ અા ચેક ભરતા ફંડ ઇનસફીસીયન્ટ ના શેરા સાથે પરત ફરતાં કેસ અેડવોકેટ ડી.અે.બેદીઅે નાણાં ચેક પરત થયા બાદ નોટીસ ઇશ્યુ કરવા છતા ચુકવી ન અાપ્યા હોવાનુ તથા ગુનો કર્યો હોવાનુ પૂરવાર કરતા ત્રીજા અેડી.જ્યુડી. મેજી ફ.ક. શબાનાબાનુ અબ્દુલ રજાક મેમણે હિતેશકુમાર રવચંદભાઇ પટેલને ચેક રિટર્નમાં 1 વર્ષની કેદ અને રૂ.6.90 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...