તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારે હિંમતનગર પાલિકાનું રૂ.100 કરોડનું બજેટ રજૂ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર પાલિકાની અગામી 13 મી માર્ચે યોજાનાર બજેટ સામાન્ય સભામાં શહેરના વિકાસ કામો સહિત વધુ અેક અોવરબ્રિજની નગરજનોને ભેટ મળશે અને ચાલુ વર્ષે પાલિકાની ચૂંટણી યોજાનાર હોઇ શહેરીજનો પર કરવેરાનો કોઇ પણ પ્રકારનો બોજ લાદવામાં નહી અાવે તેવુ જાણવા મળી રહ્યું છે.

શહેરમાં ગોકુલનગર અને દૂર્ગા બજાર બે અોવરબ્રિજને સરકારે સૈધ્ધાંતિક મંજૂરી અાપી બજેટમાં જોગવાઇ કરવા સહિત પાલિકાના નવીન ભવન માટે પણ મંજૂરી મળતાં તમામ ખર્ચ સરકારી ગ્રાન્ટમાંથી થનાર છે જેને પગલે પાલિકાને વત્તાઅોછા અંશે મોકળાશ મળી રહેતા ભોલેશ્વર ડીપ ખાતે અોવરબ્રિજ બનાવવાનુ નક્કી કરાયુ છે અને શુક્રવારે મળનાર બજેટ સામાન્ય સભામાં ચર્ચા કરી ઠરાવ પણ કરાશે. તદ્દપરાંત ચાલુ વર્ષે પાલિકાની ચૂંટણી અાવી રહી છે જેને કારણે પાણીવેરો, ગટરવેરો સહિતના કર વધારી નગરજનોની નારાજગી વ્હોરવાનો પ્રયાસ નહી થાય તેવુ મનાઈ રહ્યુ છે. અા વખતની અંદાજે 100 કરોડના બજેટમાં બાકી રહી ગયેલ પોર્શનમાં કેનાલ બ્યૂટીફીકેશન પ્રોજેક્ટનો પણ સમાવેશ કરાશે તથા શહેરમાં ટીપીરોડનો વિકાસ અને પાણી-ગટર યોજના માટે અાગોતરા અાયોજનની પણ જોગવાઇ કરાનાર હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સર્કલોના નવીનીકરણ, ધાણધાથી પ્રતાપગઢ પેટ્રોલપંપ ઇડર સ્ટેટ હાઇવે પર સ્ટ્રીટ લાઇટના ખર્ચ સહિતના કામોને સભામાં બહાલી અપાશે.

ભોલેશ્વર અોવરબ્રિજ બનાવવા ચર્ચા કરી ઠરાવ થશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો