તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગરના બાયપાસ ટોલનાકા નજીક ફેક્ટરીમાં જાહેરનામાના ભંગ બદલ ગુનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર ટોલ પ્લાઝા નજીક અાવેલ અૌદ્યોગિક અેકમમાં નોકરી કરતા કર્મચારીઅોની ફોટોઅાઇડી વગેરે વિગતોની સંલગ્ન પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ ન હોવાથી અેસઅોજી દ્વારા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાવાઇ હતી. જિલ્લાની એસઓજી ટીમે બાયપાસ રોડ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો, હોટલ, રેસ્ટોરન્ટ, ગોડાઉનમાં કામ કરતા લેબર, કારીગર, કર્મચારીઓની આ બાબતે તપાસમાં હતા.

અેસ.અો.જી. પીઅેસઅાઇ અેચ.અેમ.કાપડીયાઅે હિંમતનગર બાયપાસ રોડ વિસ્તારમાં અૌદ્યોગિક અેકમો, હોટલ, રેસ્ટોરન્ટ, ગોડાઉનોમાં કામ કરતા લેબર, કારીગર, કર્મચારીઅો અા બાબતે તપાસમાં હતા. તે દરમિયાન ટોલનાકા નજીક અાવેલ બાલાજી નમકીન નામના અેકમમાં તપાસ હાથ ધરવા દરમિયાન હાજર વ્યક્તિઅોનુ નામ સરનામુ પૂછતાં પ્રેમસિંહ રૂપસિંહ શક્તાવત (મૂળ રહે. જેતપુરા, તા. અમેઠ જિ.રાજસંમદ) અને અર્જુનસિંહ સરદારસિંહ રાઠોડ (રહે. દબકુડીયા તા.કુંભલગઢ જિ.રાજસમંદ)ની વિગતો જણાવતા અને છેલ્લા બે વર્ષથી અહી કામ કરી રહ્યા હોવાનુ જણાવતા અેકમના સંચાલક માનસિંહ દોલસિંહ સોલંકીઅે કર્મચારીઅોની વિગતો સંલગ્ન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ ન હોવાથી તેમની સામે કલેક્ટરના જાહેરનામા ના ભંગ બદલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો