તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયુસેના પર ગર્વ હવે, આતંકનો ખાત્મો થવો જોઇએ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર તાલુકાના ખોબા જેવડા હાપા ગામમાં 35 જેટલા નિવૃત સૈનિકો કે જેમાંથી કેટલાક ‘65 અને ’71 નુ યુદ્ધ પણ લડી ચૂક્યા છે. મંગળવારે મળસ્કે ઇન્ડીયન અેરફોર્સ દ્વારા ગણતરી પૂર્વકના અાતંકી કેમ્પો પર કરેલ અેરસ્ટ્રાઇકને પગલે ગામમાં જશ્નનો માહોલ છે અને અેરફોર્સની કાર્યવાહી બદલો નહી બદલાની શરૂઅાત હોવાનુ જણાવી રહ્યા છે.

પાકિસ્તાન માટે આ ટ્રેલર છે
અાતંકવાદીઅોના ખાતમાની અા શરૂઅાત છે અાગળની કાર્યવાહી અાનાથી અલગ હશે. ઇન્ડીયન અાર્મીનો હોસલો બુલંદી પર છે શરૂઅાત અાટલી ધમાકેદાર છે તેનો અંત પણ જોરદાર રહેશે. પાકિસ્તાન માટે અા ટ્રેલર છે. સેનાને ખૂલો દોર મળ્યો છે તો અાતંકીઅોને ઝડપથી સમેટી લેવામાં અાવશે. અાજના પરાક્રમને પગલે અમારા ગામમાં જશ્નનો માહોલ છે. ચંદ્રસિંહ રણજીતસિંહ પરમાર,નિવૃત્ત હવાલદાર થલસેના

આનાથી તીવ્ર હુમલા થવા જોઇએ
મારા દિકરા રાજેશ્વરસિંહે અેક માસ અગાઉ અેરફોર્સ જોઇન કર્યુ છે પહેલા દેશ પછી બાકી બધુ. ઘણા સૈનિકો બલિદાન અાપી ચૂક્યા છે દુશ્મનને જડમૂડથી ખતમ કરવાનો સમય અાવી ગયો છે. અાજની કામગીરી સારી છે પરંતુ હૂમલા અાનાથી પણ તીવ્ર હુમલા થવા જોઇઅે અમને ગર્વ છે ” કનકસિંહ કેસરીસિંહ પરમાર

પાકિસ્તાનને ખોખલું કરી દેવામાં આવે
મારો અેકનો અેક દિકરો અનિરુધ્ધસિંહ ટ્રેઇન્ડગનર છે અને સીયાચીનમાં ફરજ બજાવે છે ચાર દિવસ અગાઉ વાત થઇ હતી તેનો જુસ્સો પણ બુલંદી ઉપર છે અાતંકવાદીઅોના કેમ્પ પર થયેલ હૂમલો સારી બાબત છે પરંતુ શહીદોને સાચી શ્રધ્ધાંજલિ ત્યારે અાપીશુ જ્યારે અાતંકનો ખાતમો થઇ જાય અને પાકિસ્તાનને અેટલી હદે ખોખલુ કરી દેવામાં અાવે કે હિન્દુસ્તાન સામે અાંખ પણ ઉઠાવી ન શકે ઇન્દ્રસિંહ બાલુસિંહ પરમાર

આપણી વાયુ સેના વિશ્વમાં નં.1 છે
એરફોર્સમાં હું સાર્જન્ટ હતો 71 નુ યુદ્ધ પણ લડી ચૂક્યો છુ. 1986માં નિવૃત થયો હતો અે વખતના સમયમાં અને અત્યારે ઘણો તફાવત છે 71 ના યુધ્ધમાં થલસેનાની મુખ્ય ભૂમિકા હતી અાજના અેરસ્ટ્રાઇકમાં માત્ર વાયુસેનાઅે દુશ્મનને ગણતરીની મિનિટોમાં અેલીમીનેટ કરેલ છે અાપણી વાયુ સેના વિશ્વમાં નં.-1 છે હું ગર્વ અનુભવ છુ પાકિસ્તાનને તેની હેસિયત બતાવી દીધી છે. જવાબમાં પાકિસ્તાન છમકલુ પણ કરશે તો નેસ્ત નાબૂદ થઇ જશે. અેરફોર્સ સક્ષમ છે અને કરી બતાવ્યુ છે. ગુરૂસિંહ દોલતસિંહ પરમાર, નિવૃત વાયુસેનાકર્મી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો