તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી 23મી એપ્રિલ ના રોજ મતદાન માટે હવે ગણતરીના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી 23મી એપ્રિલ ના રોજ મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ લોકમાં મતદાન અંગે જાગૃતિ વધે અને વધુમાં વધુ મતદાન થાય એવાં આશય સાથે ઠેરઠેર અનેકવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ ગેસ સિલિન્ડર પર મતદાન જાગૃતતા સ્લોગન લખી ઘર ઘર સુધી મહિલાઓ ને મતદાન કરવા અપીલ કરી છે ચૂંટણી પંચ દ્વારા વધુ એક વખત અમુલ દુધની કોથળી પર \\\" 23મી એપ્રિલે ગુજરાત મતદાન કરશે \\\" અને હિંમતનગર શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર અને સરકારી કચેરી પાસે \\\" અબ વતન દબાયેગા બટન \\\" ના સ્લોગનો લખવામાં આવ્યાં છે ત્યારે મતદાન જાગૃતિ અંગે ના સ્લોગન લખાયેલ દુધની પ્લાસ્ટિકની કોથળીઓ નુ વેચાણ થઈ રહ્યું છે તેમજ જાહેર માર્ગો અને સરકારી કચેરીઓ પાસે \\\" અબ વતન દબાયેગા બટન \\\" ના સ્લોગન પ્રજાજનો વાચી રહ્યાં હોવાનું નજરે પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...