તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચાયત, સિંચાઈ , ટીએચઓ, માર્ગ-મકાન વિભાગના કર્મીઓને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર તાલુકા સંકલનની બેઠકમાં ગેરહાજર રહેલ પંચાયત, સિંચાઇ શાખા, તાલુકા હેલ્થ ઓફિસર, માર્ગ અને મકાનશાખાના ઇજનેરોને ગેરહાજર રહેવા બદલ નોટિસો પાઠવતાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદી, વિજયનગર મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ચરણસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન બળેવીયા જિલ્લા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નટવરસિંહજી ભાટી, પૂર્વ તાલુકા પંચાયત પ્રામુખ યશ કોટવાલ, સભ્ય દિપકભાઈ નિનામા તથા તાલુકાના જવાબદાર તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પંચાયત સિંચાઈ શાખા, તાલુકા હેલ્થ ઓફિસર, માર્ગ અને મકાન શાખાના ઇજનેરો તથા ગેરહાજર તમામ અધિકારીઓના વિભાગના પ્રશ્નો તેમની હાજરી વિના નિકાલ નહીં થવાના કારણે નોટિસ આપી હતી. સાથે જ તાલુકાના ટેલિફોન મોબાઈલ ટાવરના કવરેજ, જીઇબી, વનવિભાગ અને વજેપુર વેધટર સ્ટેશનના પ્રશ્નોની ચર્ચા કરી હતીઅને ઉપસ્થિત પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવાની પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદીએ સંબંધિત વિભાગના આધિકારીઓને તાકીદ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...