તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાટવાડમાં નવીન પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના કાટવાડમાં ગ્રામ પંચાયત કચેરીનું મકાન જૂનું થઇ જતાં પંચાયત વિભાગ દ્વારા નવીન પંચાયત ભવનનું નિર્માણ કરાયું હતું. પંચાયતના નવા મકાન માટે ગામની માગણીને ધ્યાને લઇ ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરતાં નવીન ભવન ટૂંકા ગાળામાં જ તૈયાર કરાયું હતું.

લોકાર્પણ સમારંભમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે કાટવાડ કોમી એખલાસની મિશાલ સમાન ગામ છે. દિવાળીમાં અલી અને રમજાનમાં રામએ આ દેશની ખાસિયત છે. હિન્દુ-મુસ્લિમ ભાઇઓ સાથે મળીને તહેવારો ઉજવે છે.ગામની કોમી એખલાસની ભાવના ભાઇચારો અને શાંતિનું વાતાવરણ પ્રેરણારૂપ છે.

કાર્યક્રમમાં જિ.પં. સદસ્ય નિરૂબા લાલસિંહ પરમાર, તા. પં. સદસ્ય અમિતકુમાર.બી.પટેલ, મુદ્સર વિજાપુરા, સરપંચ સુબહાનાબેન ઇમરાનભાઇ દાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા. મકસુદ મનસુરી

અન્ય સમાચારો પણ છે...