તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રી:હેડક્વાર્ટર્સમાં બ્રેથ એનલાઈઝરથી પોલીસ સજ્જ કરાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારથી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ગરબા મહોત્સવ શરૂ થતાં પ્રથમ વખત એન્ટ્રી ગેટ પર પોલીસ બ્રેથ એનલાઈઝરથી સજ્જ રહેશે.હેડક્વાર્ટર્સ ખાતે થતા ગરબા મહોત્સવમાં પ્રતિવર્ષ વધુને વધુ ખેલૈયાઓ આવી રહ્યા છે.

અંદાજે ચાર હજારથી વધુ લોકો રાસોત્સવની રંગત માણવા આવે છે યુવતીઓ અને મહિલાઓ સુરક્ષિત રીતે અને અસામાજિક તત્વોની રંજાડ વગર ગરબે ઘૂમી શકે તે હેતુસર આ વખતે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.બી-ડીવીઝન પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું કે દરેક એન્ટ્રી ગેટ પર બ્રેથ એનલાઈઝર લઈને પોલીસકર્મી હાજર રહેશે અને શંકાસ્પદ શખ્સોની ચકાસણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...