તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરકાંઠામાં 24 કલાકમાં સ્વાઇન ફલૂના વધુ 10 કેસ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં સ્વાઇનફલુ અાતંક મચાવી રહ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઅોના સ્વાઇનફલુ પોઝીટીવ રીપોર્ટ અાવતા કુલ અાંકડો જોતજોતામાં 98 સુધી પહોંચી ગયો છે. અારોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર 32 દર્દી આજે પણ સારવાર હેઠળ છે.

ફેબ્રુઅારી માસમાં ધારણા મુજબ સ્વાઇનફલુનો નવો રાઉન્ડ કેર વરતાવી રહ્યો છે. પ્રતિદિન નવો રેકોર્ડ સ્થાપિત કરવાનો હોય તેમ દૈનિક સંખ્યા વધતી જાય છે. 22 તારીખે એક દિવસમાં 15 દર્દી નોંધાયા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન 10 દર્દીઅોનો રીપોર્ટ પોઝીટીવ અાવ્યો છે. સાૈથી વધુ અસર હિંમતનગર તાલુકામાં જોવા મળી રહી છે. હિંમતનગર તાલુકામાં કુલ અાંકડો 60 થઇ ગયો છે અને 19 દર્દીઅો સારવાર હેઠળ છે. બીજા નંબરે ઇડર તાલુકામાં 23 દર્દી નોંધાયા છે. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં સ્વાઇનફલુનો હજુ સુધી પગપેસારો થયો નથી.

વિજયનગર અને વડાલી તાલુકામાં અેક-અેક વ્યક્તિનો રીપોર્ટ પોઝીટીવ અાવ્યો છે. અારોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર અત્યારે હિંમતનગર અને અમદાવાદ ખાતે 32 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો