તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસાની વી. એસ. શાહ શાળામાં યોગ ઉત્સવ અને સત્કાર સમારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા |મોડાસાની વી .એસ.પ્રાથમિક શાળા સરસ્વતી બાલમંદિર મંડળ દ્વારા બે દિવસીય યોગ જ્ઞાન ઉત્સવ સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જ્ઞાન શિબિરમાં પતંજલિ યોગ સમિતિના યોગગુરૂ દ્વારા અને શિક્ષણ સાથે રાજ્યપાલ એવોર્ડ વિજેતા ડો. જિજ્ઞેશભાઇ,ડો. હરિભાઇ પટેલ, શિક્ષક જયેન્દ્ર પંડયાએ બાળકો જોડે જ્ઞાનવર્ધક વાતો કરી બાળકોને આવનારા શિક્ષણ કાર્ય કેવી રીતે કરવું જીવનકાર્ય કેવી રીતે કરવું મા બાપ સાથે કેવી રીતે રહેવું એવા સામાજિક સામાજિક પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. પતંજલી યોગના રોહિત પ્રજાપતિ અને વી.સી શાહ દ્વારા બાળકોને પ્રાણાયામ કસરતની સમજ આપી હતી.કાર્યક્રમમાં સરસ્વતી બાલમંદિરના મંડળના પ્રમુખ નિલેશભાઇ જોશીનું શાળા પરિવાર દ્વારા સન્માન કરાયુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા કેમ્પસ ડાયરેક્ટર રમણભાઈ વણકર, આચાર્ય કિરણાબેન ત્રિવેદી અમૃતભાઇ રબારીઅે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...