તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલીવાડ પંચાયત દ્વારા વિકાસના કામ શરુ કરાતા ટીડીઓને રજૂઅાત કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરને અડીને અાવેલ માલીવાડ ગ્રામ પંચાયતના સર્વે નં. 101માં વિકાસના કામ શરુ કરવામાં અાવતા તાલુકા પંચાયત સદસ્યઅે ટીડીઅોને ડેપ્યુટી કલેક્ટરનો સ્ટે હોવાનો હવાલો અાપી કામગીરી અટકાવવા માંગ કરી હતી.

સવગઢ ગ્રામ પંચાયતનું વિભાજન થતા અસ્તિત્વમાં અાવેલ માલીવાડ ગ્રામપંચાયતના હાલના સર્વે નં. 101માં તા. 04/02/2004 ના રોજ ડેપ્યુટી કલેક્ટરે કોઇ પણ જાતનુ બાંધકામ જાળવી રાખવા હુકમ કર્યો હતો. તાલુકા પંચાયત સદસ્ય રવીન્દ્રસિંહ ચાવડાઅે શુક્રવારના રોજ ટીડીઅોને ડેપ્યુટી કલેક્ટરના મનાઇ હૂકમનો હવાલો અાપી રજૂઅાત કરી હતી કે માલીવાડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સર્વે નં.101માં સ્ટે હોવા છતા સીસીરોડ, પેવર બ્લોક સહિતના કામ ગેરકાયદેસર રીતે પાસ કરવામાં અાવ્યા છે.

તદ્દપરાંત વર્ક અોર્ડર વગર અેડવાન્સમાં કામ કરેલ હોવાના ગંભીર અાક્ષેપ સાથે તપાસ સહિત તાત્કાલિક અસરથી કામ અટકાવવા માંગ કરી હતી ટીડીઅો દિનેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે રજૂઅાતના તથ્યોને તપાસી કાર્યવાહી કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...