તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિન્દ્રા કંપનીના માણસો ગાડીના પેપર હોવા છતાં બોલેરો લઇ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરના મોતીપુરામાંથી મહિન્દ્રા કંપનીના માણસો ગાડીના પેપર્સ હોવા છતાં બળજબરીપૂર્વક બોલેરો જીપ લઈ ગયા હતા. તમારી ગાડી ઉપર લોન બાકી હોઇ તમારી ગાડી ખેંચવાની છે કહ્યુ હતુ. આ અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં રહેતા ચેતનભાઈ રમેશભાઈ વાઘેલાએ ડીસે-2017માં અમદાવાદના દલાલ ફિરોઝ પઠાણ મારફતે રૂ.5,25,000માં બોલેરો મેક્ષી જીપ નં જી.જે-01-ડી.ઝેડ.-9757 ખરીદી હતી અને આરટીઓની એન.ઓ.સી. લઇ તેમના પિતાજીના નામે કરેલ હતી. ગત તા. 21.12.18ના રોજ તેઓ બોલેરો જીપ લઈને બપોરે હિંમતનગર બજારમાં ગયેલ અને રામેશ્વર મંદિર આગળ ઉભા રહ્યા હતા.

તે દરમ્યાન બાઈક લઈને બે શખ્સો વિરેન્દ્રસિંહ રાઠોડ અને સમીર ફકીર તેમની પાસે આવ્યા હતા અને પોતે મહિન્દ્રા કંપનીની સીઝર કંપની પુનિયા સીઝીંગ એજન્સીના માણસો હોવાનું જણાવી તમારી ગાડી ઉપર લોન બાકી હોઈ તમારી ગાડી ખેંચવાની છે કહી બળજબરીપૂર્વક ચેતનભાઈને ગાડીમાંથી નીચે ઉતારી ગાડી લઇ ગયા હતા. જે અંગેની એ ડિવિઝન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...