આંતરસુંબા બીટ નિરીક્ષકનો વિદાય કાર્યક્રમ

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Vijaynagar News - latest vijaynagar news 041037
વિજયનગર| વિજયનગર તાલુકાના આંતરસુંબા બીટના કાર્યકારી નિરિક્ષક અને વડાલી તાલુકાના પૂર્વ બીઆરસી નવાભગા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક જશુભાઈ દેસાઈ વય નિવૃત્ત થતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. ઢાઢી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બલાત, સહમંત્રી જયદીપભાઈ શાહ, સીઆરસી અલ્પેશભાઈ પટેલ, આચાર્ય સર્જનભાઈ, જુથમંત્રી મનીષભાઈ હડાતની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવાભગા સરપંચ ભેરાભાઈ નિનામા દ્વારા જશુભાઈનું બહુમાન કરાયું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. ઢાઢીએ જશુભાઈને બિડાય બાદ સામાજિક ઉત્થાનના કાર્યો માટે સદૈવ પ્રવૃત્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આંતરસુંબા બીટના તમામ આચાર્યો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જશુભાઈને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમની સફળતામાં રાજુભાઈ દરજી જીતેશભાઇ શાહ, શિક્ષક શરાફી મંડળીના કારોબારી સભ્ય મેહુલભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી. સંચાલન પરોસડા સીઆરસી ધુળાભાઈ કકળાએ કર્યું હતું.

X
Vijaynagar News - latest vijaynagar news 041037
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી