પરિણીતાની છેડતી કરતાં બચાવવા આવેલા પતિને પણ મારતાં 4 સામે ફરિયાદ

વિરપુર અને કણાદર ગામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ મહિલાને માર મારી અને તેના પતિને માથામાં લાકડીઓ...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:10 AM
Vijaynagar News - latest vijaynagar news 041031
વિજયનગર તાલુકાના કણાદર ગામની મહિલાની એકલતાનો લાભ લઇ ચાર શખ્સોએ છોડાવવા જતાં તેના પતિને પણ માર માર્યો હતો. આ અંગે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કણાદર ગામની મહિલા ગત 8મી નવેમ્બરના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાના સબંધીના ઘરે જતી હતી. જે સમયે ભિલોડા તાલુકાના વિરપુર ગામના મુકેશભાઈ ભુરજીભાઈ ગામેતીએ મહિલાની એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે તેણીનો હાથ ખેંચી તેની પાસે અઘટિત કામની માંગણી કરતા મહિલાએ મુકેશ ગામેતીના હાથમાંથી હાથ છોડાવવા બુમાબુમ કરતા નજીકમાંથી કણાદર ગામના અજયભાઇ દિનેશભાઇ પરમાર તેનો ભાઈ સંજયભાઈ પરમાર અને જીતેન્દ્ર પોપટલાલ પરમારે પણ દોડી આવી મહિલાની છેડતી કરતા મહિલાઅે બુમાબુમ કરતા તેનો પતિ દોડી આવી છોડાવવા જતા આ ચારેય શખ્સોએ મહિલા તથા તેના પતિને ગડદાપાટુનો માર મારી મહિલાના પતિના માથામાં લાકડીઓ ફટકારી માથામાં ઈજાઓ પહોંચાડી આજે તું બચી ગઈ છે પણ તને મારી નાંખીશું તેવી ધમકીઓ આપી જતા રહ્યા હતા. મહિલાએ ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તેને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

X
Vijaynagar News - latest vijaynagar news 041031
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App