• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - નિકોડા ચાર રસ્તાથી ચંદ્રપુરા કંપા રોડ પર મહિલાના ગળામાંથી દોરો ખેંચાયો

નિકોડા ચાર રસ્તાથી ચંદ્રપુરા કંપા રોડ પર મહિલાના ગળામાંથી દોરો ખેંચાયો

બાઇક પર આવેલા બે ચેન સ્નેચર્સ દોરો તોડી ફરાર

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 04:01 AM
Himatnagar - નિકોડા ચાર રસ્તાથી ચંદ્રપુરા કંપા રોડ પર મહિલાના ગળામાંથી દોરો ખેંચાયો
હિંમતનગરના નિકોડા ગામના ચાર રસ્તાથી ચંદ્રપુરાકંપા વચ્ચે દવાખાનથી બાઇક પર પરત ફરી રહી રહેલ મહિલાના ગળામાંથી બાઇક પર આવેલ બે ચેન સ્નેચર્સ દોરો ખેંચીને ફરાર થઇ ગયા હતા.

ચંદ્રપુરા કંપામાં રહેતા સુરેશભાઇ પટેલ મંગળવારે પત્ની અરૂણાબેન સાથે બાઇક લઇને નિકોડા ચોકડી પર આવેલ દવાખાને ગયા હતા. દવા કરાવી પેટ્રોલ ભરાવી પરત ફરી રહ્યા હતા દરમિયાન નિકોડા ચોકડીથી ચંદ્રપુરાકંપા વચ્ચે નિર્મળ તળાવ નજીક આવતાં બાઇક પર આવેલ બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સ ચાલુ બાઇકે અરૂણાબેનના ગળામાંથી સોનાનો દોરો ખેંચી લીધો હતો અને ફરાર થઇ ગયા હતા. ગાંભોઇ પોલીસે ગુનો નોંધી ચેન સ્નેચર્સની તપાસ હાથ ધરી હતી.

X
Himatnagar - નિકોડા ચાર રસ્તાથી ચંદ્રપુરા કંપા રોડ પર મહિલાના ગળામાંથી દોરો ખેંચાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App