• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - હિંમતનગરના બિલ્ડર સાથે પાર્સલના પ્રોસેસીંગ સહિતના ચાર્જના નામે 6. 87 લાખની છેતરપિંડી

હિંમતનગરના બિલ્ડર સાથે પાર્સલના પ્રોસેસીંગ સહિતના ચાર્જના નામે 6. 87 લાખની છેતરપિંડી

મિત્રતાં કેળવી ન્યુયોર્કથી પાર્સલ મોકલ્યાનું કહી અલગ-અલગ ચાર્જ પેટે રકમ વસૂલી

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 04:01 AM
Himatnagar - હિંમતનગરના બિલ્ડર સાથે પાર્સલના પ્રોસેસીંગ સહિતના ચાર્જના નામે 6. 87 લાખની છેતરપિંડી
હિંમતનગરમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં વ્યક્તિ સાથે વોટ્સએપ મેસેજથી મિત્રતા કેળવી ઘરનું સરનામુ મેળવી ન્યૂયોર્કથી તમારા ઘરના સરનામે પાર્સલ મોકલુ છુ તેમ કહી પાર્સલ મોકલ્યુ હોય તેવુ ચિત્ર ઉભુ કરી દિલ્હી કસ્ટમ ઓફીસમાંથી બોલુ છુ કહી ચાર દિવસમાં કસ્ટમ ડ્યૂટી અને ડોલર બેન્કમાં ભરવાના પ્રોસેસીંગ ચાર્જના નામે રૂ. 6,87,840ની છેતરપિંડી અચારવાનો ચોકવાજનક કિસ્સો બહાર આવ્યો છે.

હિમતનગરના કિશ્નધામ સોસાયટીમાં રહેતા હીરાભાઇ પટેલના વોટ્સએપ પર મેસેજી પરીચય કેળવાયો હતો અને મિત્રતા થઇ હતી અને ઘરના સરનામાની પણ આપલે થઇ હતી. 24 ઓગસ્ટે ઇસાબેલ નામના શખ્સે જણાવ્યુ કે, તમારા ઘરના સરનામે પાર્સલ મોકલુ છુ.ત્યારબાદ 27 ઓગસ્ટે (નં 07290930767) પરથી ફોન કરી દીલ્હી કસ્ટમ ઓફીસથી બોલુ છુ અને તમારા નામનુ ન્યૂયોર્કથી પાર્સલ આવ્યુ છે અને નિયમ મુબજ રૂ. 52800 કસ્ટમ ડ્યૂટી ભરવી પડશે. જે અાકાશ જોશી નામના વ્યક્તિના ખાતામાં ભર્યા બાદ ફરીથી ફોન કરી મેલ ચેક કરવાનુ કહેતા તેમાં તમારા પાર્સલમાં ડોલર છે તમારે બીજા રૂ. 1,93,250 ટેક્ષ ભરવો પડશે. આ રકમ પણ જમા કરાવ્યા બાદ ડોલર સ્ટાન્ડર્ડ ચાર્ટર બેન્કમાં જમા કરાવવા અને રૂપિયા ટ્રાન્સફર કરવાના પ્રોસેસીંગ ચાર્જ પેટે ફરીથી રૂ. 4,41,790 ભરાવ્યા હતા. ત્યારબાદ પણ વધુ પૈસા ભરવાની માગણી થતા હીરા પટેલને શંકા જતા તેમણે એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇસાબેલ, અજયસિંઘ, આકાશજોષી તથા બે મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ ધારકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

X
Himatnagar - હિંમતનગરના બિલ્ડર સાથે પાર્સલના પ્રોસેસીંગ સહિતના ચાર્જના નામે 6. 87 લાખની છેતરપિંડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App